Maharashtra

પારિતોષ ત્રિપાઠી લગ્ન બંધનમાં બંધાયા, પંકજ ત્રિપાઠીએ વરઘોડામાં કર્યો શાનદાર ડાન્સ

મુંબઈ
પરિતોષ ત્રિપાઠી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પોતાના ખાસ મિત્રો અને સંબંધીઓ વચ્ચે પરિતોષે મિનાક્ષી ચાંદને પોતાની જીવનસાથી પસંદ કરી છે. બંને સાત ફેરા લઈને હંમેશા હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં તે જજ શિલ્પા શેટ્ટીના દીવાનાના રુપમાં જાેવા મળે છે અને બઘા તેને પ્રેમથી ‘મામા જી’ કહીને બોલાવે છે. હવે પારિતોષ અસલ જીવનમાં લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. સાત ફેરા લઈને પારિતોષ અને મીનાક્ષીએ પોતાની લવ સ્ટોરીને નવું નામ આપ્યુ છે. સોશિયલ મીડિયા પર પારિતોષ ત્રિપાઠીની મહેન્દીની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. હવે તેના લગ્નના ફોટો પણ સામે આવ્યા છે. વરરાજા બનેલા પારિતોષ શેરવાની અને પાઘડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. વળી, તેની દુલ્હન મીનાક્ષી પિન્ક કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મીનાક્ષી અને પારિતોષના ચહેરા પરની ખુશી જાેઈને એ અંદાજાે લગાવી શકાય છે કે બંને આ દિવસની કેટલી આતુરતાથી રાહ જાેઈ રહ્યા હશે. પારિતોષ ત્રિપાઠી પણ અસલ જીવનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તે લાંબા સમયથી પિથોરગઢની મીનાક્ષી સાથે રિલેશનશિપમાં હતો. હવે બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. ઉત્રાખંડમાં સાતફેરા લઈને તેમણેપ પોતાની લવસ્ટોરીને નવું રુપ આપ્યુ છે. પારિતોષ ત્રિપાઠીના લગ્નમાં ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેસલા ઘણા મોટા સ્ટાર્સ પણ સામેલ થયા હતાં. લગ્નમાં લોકોએ શાનદાર ડાન્સ કર્યો હતો. તમામ લોકો જાણે છે કે, પારિતોષ ત્રિપાઠી અને પંકજ ત્રિપાઠી વચ્ચે ઘણી સારી દોસ્તી છે. પારિતોષના લગ્નની ખુશી પંકજ ત્રિપાઠીના ચહેરા પર સાફ જાેવા મળી રહી છે. સામે આવી રહેલા વીડિયોમાં પંકજ ત્રિપાઠી પહેલીવાર કોઈના લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે પારિતોષ અને મીનાક્ષીના લગ્ન કિમાડી સ્થિત અતરક્ષિયા રિઝોર્ટમાં થયા છે, જાેકે ઉત્તરાખંડના બેસ્ટ રિઝોર્ટમાંથી એક છે.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *