શ્રીનગર
જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરના બરજુલ્લામાં હુર્રિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ઓછામાં ઓછી ૨૦ મિલકતો એટેચ કરી છે, જેમાં કેટલીક તે નામો પણ સામેલ છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ પર કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં મિલકતો એટેચ કરવામાં આવી છે. કાશ્મીર ખીણના બડગામ, માગમ, પુલવામા, અવંતીપોરા, કુલગામ અને શ્રીનગર જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. શ્રીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ એ જમાત-એ-ઈસ્લામીની ત્રણ મિલકતોને સીલ કરવાનો આદેશ આપી દીધો હતો. ડીએમ દ્વારા પસાર કરાયેલા આદેશમાં શ્રીનગરના બરજુલ્લા ખાતે સૈયદ અલી શાહ ગિલાનીના નામે નોંધાયેલ બે માળના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે, જે ૧૭ મરલાથી વધુ છે. નોંધનીય છે કે, જીૈંછ એ જમ્મુ અને કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીની ૧૮૮ મિલકતોની ઓળખ કરી છે જેને કાં તો સૂચિત કરવામાં આવી છે અથવા આગળની કાનૂની કાર્યવાહી માટે સૂચિત કરવાની પ્રક્રિયામાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘર જમાત-એ-ઈસ્લામીએ ૧૯૯૦ના દાયકામાં ખરીદ્યું હોવાનું માનવામાં આવે છે અને તે ગિલાની ના નામે નોંધાયેલું હતું. તેણે કહ્યું કે ગિલાની ૨૦૦૦ની શરૂઆત સુધી આ ઘરમાં રહેતા હતા અને પછી શહેરના હૈદરપોરા વિસ્તારમાં રહેવા ગયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમનું નિધન થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાદમાં આ ઘરનો ઉપયોગ જેઇઆઇના અમીર (મુખ્ય)ના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કેે એસઆઇએએ બરજુલા વિસ્તારમાં એક અન્ય રહેણાંક મકાન પણ અટેચ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એસઆઇએની આ કાર્યવાહી પ્રતિબંધિત સંગઠન જેઇઆઇ સાથે જાેડાયેલી સંપત્તિઓને જપ્ત કરવાનો ભાગ છે. અધિકારીઓએ કહ્યું કે આ કાર્યવાહી બટમાલૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસનું પરિણામ છે. એસઆઇએ આ મામલાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ પગલાનો હેતુ અલગતાવાદી ગતિવિધિઓ માટે ભંડોળની ઉપલબ્ધતાના માર્ગને બંધ કરવાનો અને ભારતની સાર્વભૌમત્વને જાેખમમાં મૂકતા રાષ્ટ્ર વિરોધી તત્વો અને આતંકવાદીઓના નેટવર્કને નષ્ટ કરવાનો છે.
