Gujarat

કરોડો રૂપિયાની લાંચ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની કોંગ્રેસની માગણી

અમદાવાદ
ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થકી કરોડો વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને નાના એકમ ચલાવતા યુવાનોની રોજગારી છીનવવાનું કામ કરી રહ્યું છે. વ્યાપારી વિરોધી, ઉદ્યોગ વિરોધી અને યુવાન વિરોધી ભાજપ સરકારના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના લાંચ – રૂશ્વત અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસની માંગ કરતા આટલા મોટા પાયે, કરોડો રૂપિયાની થયેલ લાંચ અંગે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે. રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ સીધા સરકારને પ્રશ્ન પૂછી દેશહિતમાં જવાબ માંગ્યા હતા.ભાજપ સરકાર નાના દુકાનદાર, ઉદ્યોગો સહિત યુવાનોની રોજગારી ખતમ કરવાનું કામ કર્યું છે. નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ‘ખાએંગે, ખીલાયેંગે ઓર લૂંટાયેંગે’ મોડલને કારણે નાના વેપારી અને ઉદ્યોગકારોનો ધંધો ચોપટ થઈ ગયો છે. જી.એસ.ટી., આધાર, મનરેગા અને એફ.ડી.આઈ.નો વિરોધ કરતી ભાજપ સરકાર સત્તા મેળવ્યા પછી અણઘડ જી.એસ.ટી. અને ૧૦૦ ટકા એફ.ડી.આઈ. દ્વારા દેશના કરોડો દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને યુવાનોની નોકરી ખતમ કરી છે. વૈશ્વિક ઈ-કોમર્સ કંપની ‘‘એમેઝોન’’ને દેશમાં પગપેસારાથી નાના દુકાનદારો, રીટેલરો અને વેપારીઓના ધંધા પર અસર થશે. ભાજપ સરકારના શાસનમાં વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોને કેન્દ્રની ભાજપ સરકારને ૮૫૪૬ કરોડ રૂપિયા ‘‘લીગલ ફી’’ પેટે આપવામાં આવ્યા છે. દેશ જાણવા માંગે છે કે, કાયદો અને ન્યાય મંત્રાલયનું વાર્ષિક બજેટ ૧૧૦૦ કરોડ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં એમેઝોન દ્વારા ૮૫૪૬ કરોડ રૂપિયા ભાજપ સરકારને ક્યા અધિકારી કે મંત્રીને લાંચ સ્વરૂપે મેળવ્યા? નાના વેપારી, દુકાનદારો અને મધ્યમવર્ગના ઉદ્યોગ સાહસિકોની પરવાહ કર્યા વગર કેન્દ્રની ભાજપ સરકારે કયા નિયમોની ફેરબદલી કરી વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી? એમેઝોન કંપની વિરુદ્ધ લાંચ લેવા અને આપવા અંગે અમેરિકામાં ગુનાહિત કામગીરીની તપાસ ચાલુ કરવામાં આવી છે તો પછી કેમ ભાજપ સરકાર લાંચ – રૂશ્વતની તપાસ કરવા અંગે મૌન છે ? તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.

suprime-court-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *