Maharashtra

ફિલ્મ ‘સેલ્ફી’ની બોક્સ ઓફિસ પર કથળી હાલત, ચોથા દિવસે તો માત્ર આટલી જ કમાણી થઇ!..

મુંબઈ
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારનો જાદુ ફેન્સના દિલ પર ચાલી રહ્યો નથી. બેક ટુ બેક ફ્લોપ આપ્યા બાદ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ પણ ફ્લોપ સાબિત થઈ રહી છે. અક્ષય સહિત તેના ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મને પણ ફેન્સે નકારી કાઢી છે. જાેકે, શનિ-રવિના દિવસે પણ થિયેટરમાં ઓડિયન્સ જાેવા મળ્યા ન હતા. હવે તમને ‘સેલ્ફી’ના ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાણીને પણ નવાઈ લાગશે. અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘સેલ્ફી’ તેની રિલીઝના ચોથા દિવસે ૧.૯૦ કરોડના આંકડાને પણ સ્પર્શી શકી નથી. ફિલ્મમાં બે મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફિસ પર નિરાશા મળી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની શરૂઆત ખરાબ રહી હતી. સેલ્ફીએ પહેલા દિવસે ૨.૫૫ કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે શનિવારે કમાણીમાં થોડો વધારો થયો અને ૩.૮૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પછી રવિવારે ત્રીજા દિવસે સેલ્ફીએ ૩.૯૦ કરોડની કમાણી કરી હતી. આ રીતે, સેલ્ફીનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં માત્ર ૧૧.૯૦ કરોડ રૂપિયા જ રહ્યું છે. આ રીતે, ફિલ્મ તેની કિંમત પણ વસૂલવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સેલ્ફી ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી જેવા સ્ટાર્સ છે. ફીમેલ લીડ એક્ટ્રેસમાં નુસરત ભરૂચા અને ડાયના પેન્ટીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સુપરસ્ટાર વિજય કુમારની ભૂમિકા ભજવી રહ્યો છે. અને સિરીયલ કીસર ઇમરાન હાશ્મી એક ઇ્‌ર્ં અધિકારીના રોલમાં છે, જે સુપરફેન પણ છે. આ ફિલ્મ પૃથ્વીરાજ અને સૂરજ વેંજારામુડુની મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સ ની હિન્દી રિમેક છે, જે રાજ મહેતાના નિર્દેશનમાં બનાવવામાં આવી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *