National

પશ્ચિમ બંગાળના હુગલીમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ફરી હિંસા ભડકી, જુઓ વીડિયો

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. જ્યારે રામ નવમીના અવસર પર હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાંથી દિલીપ ઘોષની વિદાય બાદ અચાનક જ બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. સ્થિતિને જાેતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં પણ બંગાળના હાવડામાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડા હિંસા પછી પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *