Gujarat

ગુજરાતમાં કોરોનાના નવા ૩૬૪ કેસ સાથે એક દર્દીનું મોત

અમદાવાદ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૩૬૪ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૪૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક દર્દીનું મોત પણ થયું છે. જ્યારે ૩૪૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૩૬૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ૩૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૧૯૪૭ એક્ટિવ કેસ છે. જ્યારે આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ૩ જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૬૩ દર્દીના મોત નીપજ્યા છે. તો ૧૨ લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જણાવી દઈએ કે, રાજ્યમાં સાજા થવાના લોકોનો દર ૯૮.૯૯ નોંધાયો છે. અમદાવાદમાં ૧ દર્દીનું મોત થયું છે. સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેને પાલન કરવા સુચનાઓ પણ આપવામાં આવી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *