Gujarat

ઊના શહેરમાં વધુ એક અજાણ્યા વાહન ચાલકે યુવાનને કચડ્યો, સારવાર દરમ્યાન મોત….

અકસ્માતમાં યુવાનના બન્ને પગ ઉપરથી વાહનના વીલનું ટાયર ફળી વળ્યુ….
ઊના – ઊનામાં દિનપ્રતિદીન અકસ્માતોની ઘટના વધી રહી હોય ત્યારે શહેરમાંથી ચાલતા બેફામ મોટા વાહન ચાલકોએ અકસ્માતમાં
અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ ઉના બાયપાસનું કામ મંદગતિએ ચાલતુ હોય જેના કારણે શહેર માંથી પસાર થતા
વાહન ચાલકોના લીધે અકસ્માતો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા બસ્ટેશન પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતમાં
એક યુવાનનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. જ્યારે બીજા યુવાનને ઇજા પહોચી હતી. ત્યા આજે બપોરના સમયે શહેરમાં રોકડીયા
હનુમાન મંદિર નજીક કંસારી રોડ પર એક યુવાન પગપાળા જતો હોય અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનના બન્ને પગ પરથી
વાહનના વીલનું ટાયર ફળી વળતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું…ઊના નજીક કંસારી રોડ પર એક અજાણ્યા વાહન
ચાલકે દિપકભાઇ નાનુભાઇ વાળા રહે. ઉના પોતે પગપાળા જતા હોય એ વખતે અચાનક હડફેટે લેતા તેમના બન્ને પગ ઉપરથી
વાહનના વીલનું ટાયર ફળી વળતા બન્ને પગ કચડી નાખી અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. આ અકસ્માત
સર્જાતા લોકોમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. યુવાનના પગ કચડી નાખતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારે લોકોના
ટોળેટોળા એકત્ર થઇ ગયેલા અને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળેથી ઇજાગ્રસ્તને તાત્કાલીક ઉના સરકારી
હોસ્પીટલે ખસેડાયેલ ત્યાથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ પરંતુ ત્યાં વધુ સારવાર માટે પહોચે તે પહેલાજ તેમનું
રસ્તા પરજ મોત નિપજ્યુ હતું. મૃતદેહનું પી એમ માટે ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે. આ બનાવની જાણ તેમના પરીવારોમાં
થતાં હોસ્પીટલે દોડી ગયેલ અને આ ઘટનાથી પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અકસ્માત સર્જી નાશી છુટનાર અજાણ્યા
વાહન ચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

-વધુ-એક-અજાણ્યા-વાહન-ચાલકે-યુવાનને-કચડતા-મોત.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *