જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોએ ગામની આસપાસ આવેલ ઐતિહાસિક તથા ભૌગોલિક સ્થળોની મુલાકાત લીધી હતી.જેમાં હડિયાણા ગામની બાજુમાં આવેલ મોગલધામ, દરિયા કિનારે, વાળી વિસ્તારો, પવનચક્કીઓ વગેરેની પગપાળા મુલાકાત લીધી હતી. જેમાં શાળા મ. શિ. હીનાબેન પરમાર, દેવાંગીબેન બારૈયા, સુરેશભાઈ મકવાણા તથા સી. ઓ. ધમસાણીયા સાહેબ જોડાયા હતા. તેઓએ બાળકોને જુદા જુદા સ્થળો તથા ભૌગોલિક સ્થળોની વિવિધતાસભર માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ વન ભોજનનો પણ આનંદ માણ્યો હતો. આ મુલાકાત પૂર્ણ થતાં કેતનભાઈ કાલાવડિયા દ્વારા બાળકોને મફતમાં ટ્રેકટર દ્વારા પરત લઈ આવ્યા હતા…………………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……………….
મ