National

પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો

રાધનપુર-પાટણ
પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો. લગ્નના એક દિવસ અગાઉ વરરાજાની હત્યા થતા લગ્નનો અવસર માતમમાં ફેરવાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી. વિપુલ ઠાકોર સમીના અમરાપુરનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો વિપુલ ઠાકોર પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જાેકે હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *