Maharashtra

એશિયા કપનું આયોજન દુબઈ નહીં પણ શ્રીલંકામાં થવાની ચર્ચા વચ્ચે પાકિસ્તાને બહિષ્કારની આપી ચેતવણી

મુંબઇ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ વર્ષના એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવાનો વિરોધ કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જાે એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેમના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો તેઓ આ એશિયા કપનો બહિષ્કાર કરવા ગંભીરતાથી વિચારી રહ્યાં છે. પીસીબીના વડા નજમ સેઠી ગઈકાલે દુબઈમાં છઝ્રઝ્ર અધિકારીઓને મળ્યા હતા અને એશિયા કપને યુએઇને બદલે શ્રીલંકામાં શિફ્ટ કરવાના પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે સેઠીએ આગ્રહ કર્યો છે કે એસીસીએ એશિયા કપ ૨૦૨૩ માટે પાકિસ્તાનના સંશોધિત હાઇબ્રિડ મોડલ પ્રસ્તાવને સ્વીકારવો જાેઈએ અને જાે બહુમતી સભ્યો ઇચ્છે છે કે તે ૨૦૧૮ અને ૨૦૨૨ની જેમ અન્ય જગ્યાએ યોજાય તો તેને યુએઇમાં આયોજન કરવું જાેઈએ. સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે સેઠીએ યુએઈની ગરમીને લઈને બીસીસીઆઇની ચિંતા અંગે પણ એસીસીને જાણ કરી છે.બીસીસીઆઇએ એસીસીને કહ્યું છે કે સપ્ટેમ્બરમાં યુએઈમાં રમવું ખૂબ જ ગરમ હશે, પરંતુ સેઠીએ કહ્યુ કે આ આજે આ વાતને કહી રહ્યા છે જે સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૨૦ સુધી યુએઇમાં તેની આઇપીએલનું આયોજન કરી ચુક્યા છે. સૂત્રએ જણાવ્યું હતું. સેઠીએ એસીસીને એક નવું હાઇબ્રિડ મોડલ શેડ્યૂલ આપ્યું છે અને તે એક એવો પ્રસ્તાવ છે જે હવે ઠુકરાવી ન જાેઈએ. પીસીબી પણ આશ્ચર્યમાં છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને પાછળથી સમર્થન આપી રહ્યું છે. પીસીબીના એક સૂત્રએ કહ્યું આ આશ્ચર્યજનક છે કારણ કે આ પહેલા ફેબ્રુઆરીમાં એસીસી બોર્ડની છેલ્લી બેઠકમાં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાને લંકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને એ વાત પર સહમતિ થઈ હતી કે પાકિસ્તાન યજમાન તરીકે ચાલુ રહેશે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ પોતાના અધિકારીઓને કહ્યું હતું કે જાે દેશમાં એશિયા કપનું આયોજન ન થાય તો આ વર્ષે એશિયા કપ વિન્ડોમાં ૩ થી ૪ દેશોને પાકિસ્તાનમાં આયોજિત કરવા પર કામ કરવાનું શરૂ કરી દે. જાે પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૩નો બહિષ્કાર કરે છે તો યુએઈની ટીમ ટૂર્નામેન્ટ રમતી જાેવા મળી શકે છે. આ રીતે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ અને યુએઈની ટીમો એશિયા કપનો ભાગ બનશે. પાકિસ્તાન માટે બીજું નુકસાન એ થશે કે ટીમને છઝ્રઝ્રની કમાણીનો હિસ્સો પણ નહીં મળે. જાે કે આ દરમિયાન પાકિસ્તાન ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરી રહ્યું છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *