પુખ્ત વયના લોકોમાં થતા શ્વાસ રોગ એટલે કે બ્રોન્કિયલ અસ્થમાના દર્દીઓની સારવાર માટે આયુર્વેદિક
ચિકિત્સા પદ્ધતિ સલામત છે, અને લાભકારક છે. અસ્થમાની સારવારમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ મેડીસિનની મધ્યમ માત્રા/ ઉચ્ચ
માત્રાનો સમાવેશ થાય છે. આ દવાના લાંબા ગાળાના ઉપયોગથી હાઇપર ટેંશન, ડાયાબિટીસ, વજન વધવું, ઓસ્ટિયોપોરોસિસ
(હાડકાંનો રોગ) વગેરે જેવી આડ અસર થઇ શકે છે.
આગામી તા. 24 મે ના રોજ સવારે 09:00 થી 01:00 કલાક દરમિયાન અને સાંજે 03:30 થી 06:00 કલાક દરમિયાન I. T.
R. A. હોસ્પિટલ, ઓ. પી. ડી. નં. 8, રિલાયન્સ મોલની સામે, જામનગરમાં નિઃ શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જાહેર જનતાને આ આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા માટે આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ,
ઈટરા, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.