ક્ષિતિજને અચાનક છાતીમાં બેચેની થવા લાગી…માથું,હાથ,પગ દુઃખવાનું શરૂ થયું , થોડી વારમાંતો બેચેની પણ વધી ગઈ અને માથું ભારે થઈ ગયું , તાવથી શરીર ધ્રુજવા લાગ્યું અને હાથ – પગ શીથિલ થઈ ગયા..ધીમે ધીમે કલ્પના પણ નહતી એમ હૃદય રોગના ઘાતક હુમલાના લક્ષણ દેખાવા લાગ્યા. ત્યારપછી ક્ષમાએ એમને તાબડતોબ હૃદયરોગનો રીપોર્ટ કરાવ્યો. ૨૪ કલાક સુધીતો રિપોર્ટની રાહમાં ક્ષમાના હૃદયે જાણે ધબકવાનું જ બંધ કરી દીધું હોય… એવું લાગવા માંડ્યું. શું આવશે રિપોર્ટ ? એની ચિંતામાંતો નીંદર પણ હરામ થઈ ગઈ .એ હતી ગુરુપૂર્ણિમાની અજવાળી રાત…..પણ…
કમનસીબે કૌમુદી તેની રોશનીથી જાણે સૌને ડરાવી રહી હોય….વ્યોમ ઝરૂખડે ખીલેલ તારલાઓ જાણે આંખ મીંચામણાં કરીને કહી રહયા હોય કે……હવે! બસ કર શણગાર સજવાનું! એક માનવતાનો કરુણ અંત સમીપ હતો….
. અંતે જે ડર હતો એ જ થયું. એજ અજવાળી પૂનમની રાત ક્ષમા જીવનને હમેશ માટે અંધકાર માં ધકેલી દઈ ક્ષિતિજને લઈને અમાસાઈ ગઈ, સવાર તો થઈ પણ એ સવાર ….ક્ષમા અને તેના પરિવાર જનોના જીવનમાં નિરાશાનો સૂરજ લઈને આવી….
ક્ષિતિજનો રિપોર્ટ આવ્યો હતો.ત્યારે ક્ષમાને ખબર પણ નહોતી કે આજનો દિવસ એના પ્રિયતમ સાથે અંતિમ દિવસ બનશે.એને એટલો ડર લાગવા માંડ્યો છે કે આપણે કોઈને કહીએ પણ શું??? એ પોતે જ ગભરાઈ ગયેલી વિચારોથી પણ હેતબાઈ ગઈ હતી કે ક્ષિતિજ એક શસકત,તંદુરસ્ત અને સકારાત્મક વિચાર સરણી ધરાવતો હતો અને તેના મમ્મી-પપ્પા અને પરિવારના સભ્યોની સાથે સાથે ક્ષમાના પાડોશીઓ અને મિત્રો તેમજ સ્નેહીજનો પણ ચિંતા માં ગરકાવ થઈ ગયા.હવે શું કરવું એની અસમંજસમાં મુકાઈ ગયા. થોડીવારમાં તો ડોક્ટરની ટીમ આવી પહોંચી એમ્બ્યુલન્સની સાયરને વાતાવરણ ગમગીન કરી નાખ્યું. સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરસ ની ટુકડી પણ આવી પહોંચી. ધરમસિંહ દેસાઈના દવાખાને તો જાણે માનવ મેહરામણ ઉમટી પડ્યો.આખા વિસ્તારમાં સહુ કોઈ ક્ષિતિજને ઓળખતું હોવાથી મદદ કરવાની ભાવનાએ અનોખી ઠઠ જામી હતી. સૌના ચેહરા પર આશા નિરાશાના ઘેરા ભાવ નજરે પડતા હતા .ડોક્ટરની ટીમ ક્ષિતિજને લઈને અંદર જતાં જ આનંદ અને શોકનું વાતાવરણ સર્જાયું ક્લબલાટ કરતાં અને મુક્ત રીતે ચર્ચા કરતાં લોકો જેમ પિંજરામાં પુરાઈ ગયા હોય તેમ વાતાવરણમાં એકદમ સુમસાન અને ઉદાસીનતા છવાઈ ગઈ . હવે શું થશે તે જાણવા ઉત્સુકતા વધવા લાગી. તેમ છતાં પણ ક્ષમાના પડોશીઓ તેના પરિવારને ગંભીર પરિસ્થિતિમાં સહકાર આપવા માટે ઓતપ્રોત હતા.
આમ તો ક્ષિતિજ ખૂબ જ દયાળું,મળતાવડો, સજ્જન હતો. નમ્રતા અને વિવેકતો એનામાં ભારોભાર હતા. વ્યવહાર કુશળ પણ ખૂબ જ..કુનેહ, કોઠાસૂઝ અને દરેક પ્રકારની કળાઓ એનામાં હતી. જ્યારે પણ ગીત ગાય ત્યારે તેના સૂરમાં બધા મુગ્ધ થઇ જતાં અને પોતે વ્યવસાયે વકીલાત કરી હોવા છતાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ મનોહર હતું. ટૂંકમાં સર્વગુણ સંપન્ન અને દરેક કળામાં પારંગત એવા ક્ષિતિજને કવિતાઓ રચવાનો પણ ખૂબ જ શોખ હતો. જેવો એ પારંગત હતો એવો જ એ દેખાવડો અને સોહામણો પણ ખરો કોઈને એક જ નજરમાં ગમી જાય એવો. અને જયારે ગવર્મેન્ટ જોબ કરતો હતો ત્યારે સમયની વ્યસ્તતા છતાં ઘરે આવતો હતો. આમ તો એના પરિવારમાં માતા પિતા અને ચાર સંતાનો. માતા -પિતા સારી એવી પોસ્ટ પર સરકારી કર્મચારી હતા.
ક્ષમા પરણીને આવી….ગૃહિણી તરીકે જવાબદારી નિખાલસ સ્વભાવે ઉપાડી આજના કહેવાતા મોર્ડન યુગમાં જીવતી પણ કોઈના કામમાં દખલગીરી ક્યારેય નહીં કરવાની એ એનો સ્વભાવ હતો. સમયાંતરે ફૂલ જેવા બે દીકરાની માતા બનવાનું સહજ સૌભાગ્ય પણ સાંપડ્યું આમ,આનંદતું,કિલ્લોલતું એ કુટુંબ રાત્રીના ઉજાસમાં સાવધાની રાખવા છતાંય જાણે…. મુસીબત આપવા તકલીફ આવીને ઊભી રહી ગઈ કહેવાય છે કે કઠણાઈ કે મુસીબત આવે તો કહીને કે એકલી આવતી નથી.એના લાવ લશ્કર ને લઈને આવે છે. એ રીતે ક્ષમા અને તેના પરિવારને ચોગરદમ નિરાશાના ઘેરા અંધકારની ગર્તા માં ધકેલી દઈ કૌમુદીની શીતળતા મધ્યરાત્રિએ ચન્દ્રબિંબ ક્ષિતિજમાં ઊગે અનેઆસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રગટાવી કાન્તિ ધરતું હોય એમ ક્ષમાનું ગૌર મુખબિંબ મને બાઝી પડવાનું મન થઈ આવ્યું,પણ અટકી ત્યાં જ ઝાડની ડાળખી ઓ અને પાંદડાં વચ્ચે થી કોયલ ટહુકે એમ શાંતિની છાંયામાં ઊભરાતા એવા આ સ્થાને હું વળી સ્હેજ અટકી……
ડોક્ટરની સારવાર અને દવાઓ તેમજ સૌની દુઆ ક્ષિતિજને મળી હતી. જેના કારણે તેની તબિયતમાં ઘણો સુધારો જોવા મળશે એમ લાગતું હતું ચોવીસ કલાકના દિવસમાં લગાતાર સવારથી સાંજ એને નિયમિત સારવાર મળી રહેતી. એક નર્સ એમની સંભાળ લેતી હતી. દર પંદર કે વીસ મિનિટે ક્ષિતિજના હાલ ચાલ પૂછી લેતી.તે સમયસરનું ભોજન, નાસ્તો અને દવાઓ તેમજ પરિવારજનોની હૂંફ ત્યાંનું દ્રશ્ય જોઈ વિસ્મય પામીએ તો અતિશયોક્તિના લાગે. પણ દવાખાને બીજું કોઈ દર્દી બેભાન અવસ્થામાં પડ્યું હોય એ જોઇને ક્ષિતિજના પગતળેથી જમીન ખસી જતી અને મોઢા માંથી ઉદ્દગાર શબ્દ સરી પડતાં… હા,આ એ જ ક્ષિતિજ હતો જેના માટે મેં ડોક્ટર ને પૂછ્યું, હું એની બેસ્ટ ફ્રેન્ડ હતી. શું થયું ક્ષિતિજને ? એમ ડોક્ટરને પૂછ્યું.
તો ડોક્ટરે કહ્યું કે,હાલત ખૂબ જ ગંભીર છે કહી ડોક્ટર જતા રહ્યા. પાછળ નર્સ આવી તો એને વિગતે પૂછ્યું તો જાણવા મળ્યું કે, તબિયત વધારે નાજુક, ખરાબ થતાં આ રહસ્ય ખુલ્યું હતું કે ક્ષિતિજના બચવાના ચાન્સ સાવ જ ઓછા હતા. આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા એનું પણ મને ભાન ન રહ્યું. અચાનક ફોનની રીંગ વાગી એટલે તે સ્વસ્થ થઈ ……
હા,પપ્પા ડિસ્ચાર્જ થઈ ગયા છે હવે ઘરે જ આવીએ છે કહીને સજળનેત્રે ત્યાં જ જડવત બની ગઈ ઘણું બધું રડવું આવતું હતું પણ બધા સામે કેમ રડવું ? આ સમગ્ર બનાવની મૂક અને અજાણ સાહેદી એવી ક્ષમાના એક આછા સ્મિત પાછળ પોતાનું દુઃખ છુપાવીને સ્થળ છોડ્યું. ત્યાર પછી પણ તેને એક અલાયદા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો. પોતાના રૂમમાં જઈને તે ખૂબ જ રડ્યો. તેને ક્ષમાની યાદ તેની હાલતનો ખ્યાલ આવતા ક્ષમાના શબ્દો કાને અથડાતા હતા. છેલ્લા કેટલાય સમયથી ક્ષમા ક્ષિતિજ ને કહેતી હતી કે હું તને ખૂબ જ પ્રેમ કરું છુ,તારા વિના હું મારા અસ્તિત્વની કલ્પના પણ નથી કરી શકતી .એવુ એક વાર નહિ પણ એક હજાર વાર કહ્યું હતું કેમ કે ક્ષમા આજકાલની નહિ પણ સતત અઢી દાયકાથી નિસ્વાર્થ ભાવે પ્રેમ કર્યા કરતી. આજ નહિ તો કાલ એને શ્રદ્ધા હતી. ક્ષિતિજ સારો થઈ જશે પણ…..
અચાનક બેબાકળી બની ગઈ વહેલી સવારે ફોનમાં રીંગ વાગી સિટી હોસ્પિટલમાંથી ડોક્ટર બોલતા હતા અને કહ્યું, કન્ડીશન ખરાબ થતાં ક્ષિતિજનું ‘ ડેથ ‘ થયું છે. એટલું સાંભળીને તો ક્ષમાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હાથમાંથી ફોન પડી ગયો અને મોંમાંથી ચીસ નીકળી ગઈ. ક્ષમાની ચીસ સાંભળીને તેના પપ્પા,ભાઈ રૂમમાં દોડી આવ્યા. ક્ષમાના હાથમાંથી પડેલો ફોન ઉઠાવ્યો. સદનસીબે ફોન ચાલુ હતો એટલે સ્પીકર પર ફોન કર્યો. સામે છેડે ડોક્ટર વાત કરતા હતા. મિસ્ટર ક્ષિતિજનું હૃદય રોગના સારવાર હેઠળ મૃત્યુ થયું છે. ગઈરાત્રે તેણે ક્ષમા માટે એક ચિઠ્ઠી લખી હતી.જે એના અોશિકા નીચેથી મળી આવી છે. એમાં લખ્યું હતું કે, આ સંદેશો ક્ષમા સુધી પહોંચાડવા નમ્ર વિનંતિ એટલે આ સંદેશો અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. એમાં સંદેશો હતો કે, ‘ ક્ષમા હું તને ખૂબ જ પ્રેમ કરું છું. નિસ્વાર્થ ભાવથી બસ સાથે ખુશીથી લગ્નજીવન વિતાવવું હતું આપણા લગ્નથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી મારે તારા ખોળામાં માથું મૂકીને મારા જીવનનો છેલ્લો શ્વાસ લેવો હતો. પરંતુ આ જન્મે કદાચ મારા નસીબમાં નહિ હોય એટલે અત્યારે હું આ દુનિયામાંથી વિદાય લઉં છું પરંતુ આવતા જન્મે અને આવનારા બધા જ જન્મે તું જ મારી જીવનસંગીની બને એ માટે હું અગાઉથી જ મારી કુંડળીમાં પરમકૃપાળુ પરમાત્મા પાસે હસ્તાક્ષર લઈશ ખૂબ જ ખુશ રહેજે અને તારું અને બાળકોનું ધ્યાન રાખજે કેમ કે, અત્યાર સુધી હેરાન કરવા માટે માફી માગું છું…મને માફ કરજે.
ખરેખર કેટલી કરુણ વિદાય છે. માનવતાનો કરુણ અંજામ….ને *પૂનમ અમાસાઈ ગઈ*.
વાહ રે ! સાંઈનાથ શું તારી અકળ લીલા છે…..?????
*સત્ય ઘટના પર આધારિત વાર્તા.*
લી. દિપ્તી મીનેશ ઈનામદાર ‘અમરત
(વડોદરા )