Haryana

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમ યોજાયો

હરિયાણા
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક શ્રી રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં.
શ્રી સુકેતુ શાહ (ઁિૈહં સ્ીઙ્ઘૈટ્ઠ, જીીર્હૈિ ઇીॅર્િંીિ, જીટ્ઠહઙ્ઘીજર)
શ્રી કલ્પક કેકરે (ઈઙ્મીષ્ઠંિર્હૈષ્ઠ સ્ીઙ્ઘૈટ્ઠ, ઝ્રરટ્ઠહહીઙ્મ ૐીટ્ઠઙ્ઘ, ્‌ફ ૯ ય્ેદ્ઘટ્ઠટ્ઠિં)
શ્રી ભરત પંચાલ (ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ સ્ીઙ્ઘૈટ્ઠ, મ્ેિીટ્ઠે ઝ્રરૈીક, ઈ ્‌ફ મ્રટ્ઠટ્ઠિં, ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ ર્ઁિંટ્ઠઙ્મ)
શ્રી સૌરભ શુક્લ ((ઇટ્ઠઙ્ર્ઘૈ, ઝ્રિીટ્ઠંૈદૃી ર્ઝ્રહંીહં ઁિર્ઙ્ઘેષ્ઠીિ, ય્ેદ્ઘટ્ઠટ્ઠિં, ઇટ્ઠઙ્ર્ઘૈ ઝ્રૈંઅ)
શ્રી અજય ઉમટ (વિશિષ્ટ સન્માન, ય્િર્ેॅ ઈઙ્ઘૈર્ંિ, છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ સ્ૈિિર્િ શ્ દ્ગટ્ઠદૃખ્તેદ્ઘટ્ઠટ્ઠિં જીટ્ઠદ્બટ્ઠઅ)
શ્રી વિકાસ ઉપાધ્યાય (વિશિષ્ટ સન્માન, ઇીજૈઙ્ઘીહંૈટ્ઠઙ્મ ઈઙ્ઘૈર્ંિ, ડ્ઢટ્ઠદ્બટ્ઠહખ્તટ્ઠહખ્તટ્ઠ ્‌ૈદ્બીજ) ને સન્માનિત કરવાંમાં આવ્યા.
આ પ્રસંગે ભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી ૨૩,૨૪,૨૫ ફરવરી ૨૦૨૫ના રોજ પંચકુલા, હરિયાણામાં યોજાનારા ૫મા ફિલ્મ ફેસ્ટીવલના પોસ્ટરનું શ્રી અજીતભાઈ શાહ (ટ્રસ્ટી, ભારતીય ચિત્ર સાધના) તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી રાઘવન જગન્નાથજીએ (સંપાદકીય નિર્દેશક, સ્વરાજ્ય પત્રિકા) કહ્યું કે આજના સમયમાં પત્રકારત્વ ખાસું બદલાઈ ગયું છે. આજના સમયમાં જર્નાલીસ્ટને મલ્ટીમીડિયામાં મહારથ હાસિલ કરાવે પડશે સમાચાર અલગ અલગ ફોરમેટમાં આપવા પડશે. પત્રકાર તરીકે માત્ર ફેક ન્યુઝ નહી ફેક નેરેટિવ્સને પકડવા જાેઈએ એને નિરસ્ત કરવું જાેઈએ. ભારતને લિંચિસ્તાન બનાવવાની કોશિશો થઈ તેવા સમય વાચક સમક્ષ રજૂઆત કરીને સત્ય જણાવવા નું કામ જર્નાલીસ્ટનું છે. આવું જ કોવિડ દરમિયાન થયું આપણા દેશે અમેરિકા જેવા વિશ્વના વિકસિત દેશો કરતા સારી રીતે મહામારીને અટકાવી છે.
એક જ ન્યુઝને જુદા જુદા ફોર્મેટમાં રજૂ કરવાનું પણ શીખવું જાેઈએ. આજકાલ સોશ્યલ મિડિયા મેઈન સ્ટ્રીમ મિડિયા બની ગયા છે બાકીના સાઈડ મિડિયા બની ગયા છે. જે પત્રકારત્વ ભણે છે તેમણે કોઈ એક વિષયમાં નિષ્ણાત બનવું જાેઈએ. આજે નિષ્ણાત હોવું ખુબ આવશ્યક છે. પત્રકારે પોતે એક બ્રાન્ડ બનવું જાેઈએ. આજકાલના વાંચક દર્શક એક જ ફોર્મેટ નથી જાેતો તેથી એનું ધ્યાન રાખીને પત્રકારત્વ થાય એ જાેવાની આવશ્યકતા છે.
કાર્યક્રમના અધ્યક્ષ માન. ડૉ. જયંતિભાઈ ભાડેસિયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક, રા.સ્વ.સંઘ) પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વ સાથે જાેડાવું એ ક્રમ ચાલે છે ત્યારે નારદ જયંતિ નિમિત્તે પત્રકારોનું સન્માન એ નારદીય પરંપરાનું સન્માન છે. માતૃભાષા અને એને લગતા વિષયો અગત્યના છે એ આપણને સ્વ સાથે જાેડે છે. પત્રકારત્વના સાધનો બદલાયો છે પણ વ્યક્તિ નથી બદલાયો.
સમાચાર જગતમાં સાચી વાત સકારાત્મક વાતનું મહત્વ છે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની યોગ્ય ટીકા કરીને સાચી વાત જણાવવી આવશ્યક છે. શાશ્વત બાબતોને સાથે રાખીને પરિવર્તન સ્વીકાર કરવો જાેઈએ. શાસ્ત્રોએ પણ નકારાત્મકતાનો વિરોધ કર્યો છે. આજે અરાષ્ટ્રીય તત્વો વિદેશી શક્તિઓ દ્વારા રાષ્ટ્રને નબળુ કરવા પ્રયાસ ચાલતો રહ્યા છે ત્યારે પત્રકારનું કાર્ય મહત્વપૂર્ણ છે. આપણે આપણું મૂળ ન ભૂલવું જાેઈએ. હમેશા સીખતા રેહવું જાેઈએ. યોગ્ય સમય, યોગ્ય વ્યક્તિની યોગ્ય ટીકા કરીને પણ સાચી સમાજ સુધી પહોચાડવાનું કામ પત્રકારનું છે. ડૉ. જયંતિભાઈએ સુચન કર્યું કે ટીવી ડીબેટ આદિની પ્રસ્તુતિમાં સુધારા કરવાનું કામ પણ આપણામાં ના પત્રકાર બંધુઓએ કરવું જાેઈએ. આજે સમાચાર માધ્યમોના માધ્યમથી સમાજની દિશા બદલવાનું કામ સંગઠિત રીતે ચાલે છે. જેમાં અરાષ્ટ્રીય તત્વો, વિદેશી અજેન્સીઓ ખુબ બધું કામ કરતી હોય છે. ત્યારે સમાજના પ્રહરી આહિયા બેઠેલા આ બધા લોકોએ બનવું પડશે. આપણે બધાએ આ વિષયમાં સમાજને સંસ્કારિત કરવાનું કામ કરવું પડશે.

દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ આ પ્રસંગે આગંતુકોનું સ્વાગત કરતાં વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ઠાકરે નારદ જયંતિએ પત્રકારોનું સન્માન શા માટે તે વિશે જણાવતા કહ્યું કે આદ્ય પત્રકાર ગણાય છે. જે દ્રષ્ટિ આપે છે તે નારદ એમ જ પત્રકાર પણ સમાજને દ્રષ્ટિ આપે છે તેથી નારદ જયંતિ નિમિત્તે પત્રકારોનું સન્માન કરવામાં આવે છે.

કાર્યક્રમના અંતે શ્રી મહેશભાઈ ચૌહાણ ( સહ પ્રાંત પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત) દ્વારા સહુનો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ઉન્મેષભાઈ દીક્ષિતે કર્યું.

Page-37-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *