Maharashtra

સતત ઈડી સમક્ષ હાજર નહિ રહેતા શિવસેના સાંસદ ભાવના ગવલી

મુંબઈ
ઇડી મની લોન્ડિરિંગ કેસમાં ભાવના ગવલીના ટ્રસ્ટમાં થયેલી ૭૨ કરોડની ગેરરીતિની હાલ તપાસ કરી રહી છે. મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, વાશિમ સ્થિત સાંસદ ભાવના ગવલીમાં કર્મચારીઓ સાથે જાેડાયેલા કેસો અને ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન દ્વારા કરવામાં આવેલા રસ્તાના કામમાં કૌભાંડ મામલે ઈડ્ઢ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,૧૨ ઓક્ટોબરના રોજ ઈડ્ઢ ના અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. જેમાં તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, ટ્રસ્ટના વડા ભાવના ગવલીની હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે. ભાવના ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેની પૂછપરછમાં ગેરરીતિના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ભાવના ગવલીને તે કેસોમાં પૂછપરછ કરવા ઇડીએ સમન્સ પાઠવ્યુ છે. તેમને ૪ ઓક્ટોબરે સમન્સ પાઠવીને હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ ભાવના ગવલી તે સમયે પણ હાજર રહી નહોતી. ઉપરાંત તેમણે ૧૫ દિવસની મુદત વધારવા માટે ઈડી સમક્ષ માંગ કરી હતી. હવે આ સમયગાળો પૂરો થયો છે. પરંતુ ભાવના ગવલીએ ફરી એક વખત ચિકનગુનિયાને ટાંકીને ૧૫ દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરીછે. તેમના પર મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને ખાનગી કંપનીમાં રૂપાંતરિત કરવાનો અને બનાવટી કંપનીઓ દ્વારા કંપનીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.શિવસેના સાંસદ ભાવના ગવલી આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થશે નહીં. ઈડ્ઢ એ મની લોન્ડરિંગ કેસમાં ભાવના ગવલીને પુછપરછ માટે બીજુ સમન્સ મોકલ્યુ હતુ. ત્યારે ભાવના ગવલીએ ફરી ૧૫ દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, સાંસદ ગવલીને ચિકનગુનિયા થયો છે. જેને કારણે, તેમણે પૂછપરછ માટે ઇડી ઓફિસમાં આવવાની અસમર્થતા વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે, ભાવના ગવલી યવતમાલ જિલ્લાના વાશિમથી સાંસદ છે અને શિવસેનાના નેતા છે. ઈડીએ ભાવના ગવલીને પૂછપરછ માટે ૨૦ ઓક્ટોબરે બેલાર્ડ પિયર્ડ ઓફિસમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ભાવના ગવલીને સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે આવવા આદેશ કરવામાં આવ્યો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વધુ પુછપરછ માટે ભાવના ગવલીને બીજુ સમન્સ મોકલ્યુ છે, જે અંતર્ગત ગવલીએ પૂછપરછ માટે હાજર થવાનો ઇનકાર કર્યો છે. અગાઉ ૪ ઓક્ટોબરના રોજ તેમને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ભાવના પૂછપરછ માટે હાજર થઇ ન હતી.

Bhavana-Gawali-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *