મુંબઈ
ટીમ ઈન્ડિયા નું બોલિંગ કોમ્બિનેશન શું છે? જવાબમાં સબા કરીમે ૫ નિષ્ણાંત બોલરોનાં નામ ગણાવી દીધા. પરંતુ તે નામનો ઉલ્લેખ કર્યો નથી, જેની ચર્ચા ચાલી રહી છે વરુણ ચક્રવર્તી. સબા કરીમે કહ્યું કે, “જાડેજા અને અશ્વિન ભારતના બે મુખ્ય સ્પિનર હશે. આ સિવાય ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીના હાથમાં રહેશે. જ્યારે ટીવી ૯ એ વરૂણ ચક્રવર્તી ને ટીમમાં સામેલ ન કરવા અંગે સબાને પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું, “અશ્વિનને વોર્મ-અપ મેચમાં પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે મળવું એ એક મોટી નિશાની છે કે તે પ્લેઇંગ ઇલેવન નો ભાગ બની શકે છે.” તેણે વધુમાં કહ્યું કે વરુણ ચક્રવર્તી કરતા પણ વધારે બોલિંગ વોર્મ-અપમાં કરવામાં આવી ન હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૨ ઓવર ફેંકી હતી જે મોંઘી સાબિત થઈ હતી. વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. સબાના કહેવા પ્રમાણે, વરુણે પોતાની રમતની રાહ જાેવી પડી શકે છે. ભારતના પૂર્વ પસંદગીકર્તાએ વરુણ ચક્રવર્તી ને તેની પ્લેઇંગ ઇલેવન માં સ્થાન આપ્યું નથી. તેણે પોતાના ર્નિણયનું કારણ પણ આપ્યું છે, જેના તાર ટીમ ઈન્ડિયા દ્વારા વોર્મ-અપ મેચમાં તૈયાર કરવામાં આવેલા ગેમ પ્લાન સાથે જાેડાયેલા છે. પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રમાડવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતના ગૌતમ ગંભીરથી લઈને પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે, જાે તે બોલિંગ નહીં કરે તો તેને પ્લેઈંગ ઈલેવન માં સ્થાન નહીં મળે. પરંતુ સબા કરીમના મતે, હાર્દિક પંડ્યાનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. ભારતના અનુભવી પસંદગીકર્તાએ હાર્દિક પંડ્યા ને તેની પાવર હિટિંગ કુશળતા ની સિક્લ્સ પાછળનું કારણ જણાવ્યું હતું. સબાએ કહ્યું કે, હાર્દિકના રમવાની સાથે ભારતીય ટીમ પાસે તેના અને રિષભ પંતના રૂપમાં બે પાવર હિટર્સ હશે. સબા કરીમે કહ્યું કે, ટીમ ઇન્ડિયા ૬ બેટ્સમેનો અને ૫ બોલરોના કોમ્બિનેશન સાથે પાકિસ્તાન સામે ઉતરશે. તેમના મતે, કેએલ રાહુલ અને રોહિત શર્મા ભારત માટે ઈનિંગની શરૂઆત કરશે. આ પછી, વિરાટ કોહલી ત્રીજા નંબરે રમવા માટે ઉતરશે. જ્યારે ચોથું સ્થાન ટીમમાં સૂર્યકુમાર યાદવનું રહેશે. જ્યારે ઋષભ પંત અને હાર્દિક પંડ્યા ૫ અને ૬માં નંબરના ખેલાડી હશે.