Gujarat

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં -PMJAYમાં યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ઁસ્ત્નછરૂ-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યોજના સંલગ્ન વિવિધ એજન્ડા સંદર્ભે વિગતવાર ચર્ચા અને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. યોજના અંતર્ગત રાજ્યમાં થતી પ્રવર્તમાન કામગીરી, એમ્પેનલ હોસ્પિટલની સ્થિતી, ભાવી આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઇ હતી.
ઁસ્ત્નછરૂ-મા યોજના અંતર્ગત રાજ્યની એમ્પેનલ હોસ્પિટલમાં ગેરરીતીના કિસ્સા ધ્યાને આવતા સત્વરે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. રાજ્યના કોઇપણ નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો અને હોસ્પિટલની ગેરરીતીને કોઇપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં તેમ પણ મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક કહ્યું હતુ.
ઁસ્ત્નછરૂ-મા યોજના અંતર્ગત થતાં દાવાઓનુ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન અને વેરીફિકેશન માટેની સિસ્ટમ વધું સ્ટ્રોંગ બનાવવામાં આવશે જેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.. ૧૧ મી જુલાઇ ૨૦૨૩ થી આ યોજના અંતર્ગત રૂ. ૫ લાખના વીમા કવચની રકમ રૂ. ૧૦લાખ થઇ રહી છે તે સંદર્ભે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના કમીશ્નર શાહમિના હુસૈન, આરોગ્યવિભાગના ઉચ્ચ અધિકારીઓ, પી.એમ.જે.એ.વાય. મા યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

File-02-Page-Ex-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *