Gujarat

પ્રધાનમંત્રી આવાસયોજનાને કારણે ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું થાય છે સાકાર

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના જરૂરતમંદ પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થવા પામ્યું છે. સરકારે આ યોજના હેઠળ સામાન્ય શ્રમજીવૂ લોકોના માથે પણ પાકી છતનો આધાર કર્યો છે. આ આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી એમ બે વિભાગમાં વહેંચાયેલી છે. ત્યારે ગાંધીનગર મહાનગર વિસ્તારમાં સમાવેશ વાવોલ ગામમાં પ્રધાનમંત્રી આવાસયોજના શહેરી વિસ્તાર અંતર્ગત પણ ઘણા પરિવારને પાકા ઘર મળ્યા છે. જેમાં વાવોલ ગામના રાવળ વાસ માં રહેતા ધુળાભાઈ મહેરતાબભાઈ રાવળ તથા બીજા લાભાર્થી શકરીબેન ગણેશભાઈ રાવળે પણ આ યોજના ની સહાય થી આજે પાકું ઘર બનાવ્યું છે. ધુળાભાઈ આ અંગે જણાવે છે કે, સરકારની સહાયથીજ ઘરના ઘરનું તેમનું સપનું સાકાર થયું છે.તેમનો છ સભ્યોનો પરિવાર છે. જેમાં ત્રણ નાના બાળકો છે, બાકીના સભ્યો છૂટક મજૂરી કામ કરે છે. “ક્યારેક કડિયા કામ તો ક્યારેક ખેત મજૂરી, જ્યારે જે કામ મળ્યું તે ખરું! આવી પરિસ્થિતિમાં પાકું ધાબા વાળું ઘર બનાવવાનું તો સપને નહોતું વિચાર્યું.’’ આ શબ્દો ધુળાભાઈના પત્ની પાલીબેનના છે. તેઓ પોતાના જ ઘરને ફરી ફરી નિહાળતા ખુશીથી જણાવે છે કે, આવા ઘરમાં રહેવાનું નસીબ એ સરકારની યોજના નું પરિણામ છે. થોડા સમય પહેલા આ ઘરની જગ્યાએ માટીની એક કાચી ઓરડી હતી. વાદળછાયુ વાતાવરણ થાય એટલે જીવ ગભરાય. બધા કામ મૂકી દર વર્ષે કાચી ઓરડીની મરામત કરવાની અને તોય એક વરસાદ પડે ને ઓરડી આખીયે પાણી પાણી! એમાંય વળી પવન ફૂંકાય તો ભીતો ધસી પડે કે પતરા માથે પડે એની બીક લાગે.
ધુળાભાઈ જણાવે છે કે આ સમય દરમિયાન તેમના ગામના અગ્રણીઓ દ્વારા વાતચીતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની તેમને જાણ થઈ. તેમણે અરજી કરીને આ યોજનાનો લાભ લીધો. આજે તેમની કાચી ઓરડીની જગ્યાએ રૂમ રસોડાવાળું પાકું ઘર છે. તેમને સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત શૌચાલયની સુવિધા મળી છે. આજે તેઓ આ સુવિધા નાં લાભ બદલ સરકારનો આભાર માનતા જણાવે છે કે, “જ્યારે જ્યારે ઘરના ઉંબરે ઉભા રહી ઘર નિહાળીએ છીએ ત્યારે ત્યારે આ સપના જેવું લાગે છે. અમે તો સપનામાંય વિચાર્યું નહીં એ સરકારે આપ્યું છે. ચાર પાકી દિવાલ અને માથે છતનો આશરો તો ખરો જ, ઉપરાંત શૌચાલય માટે પડતી તકલીફ પણ હવે સરકારે દૂર કરી”. આ સુવિધા બદલ ધુળાભાઈ અને તેમનો પરિવાર સરકારનો અને ખાસકરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે બેઘર અને કાચા મકાનોમાં રહેનારાઓને પાક્કા મકાનોના નિર્માણમાં મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગરના નિયામકશ્રી બી.કે પટેલ આ વિશે જણાવે છે કે “મોઘંવારીના સમયમાં જ્યારે ગરીબ અને સામાન્ય પરિવાર માટે પોતાનું પાકુ ઘર હોવુ એક સપના જેવુ છે ત્યારે, સરકારની ઁસ્છરૂ ગ્રામીણ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે જિલ્લાના ૪૯૧૮ જેટલા ગરીબ પરિવારોને પાકા આવાસો નો લાભ મળ્યો છે. અને તેઓ ખુશહાલ અને સુરક્ષિત જીવન જીવી રહ્યા છે”.
ઁસ્છરૂ શહેરી યોજના વિશે વાત કરવામાં આવેતો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ (છૐઁ) અંતર્ગત આ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ બાંધકામ ની સંખ્યા ૮૨૮ છે. તથા બેનિફિશ્યરી લેડ કન્સ્ટ્રક્શન (મ્ન્ઝ્ર)હેઠળ ઁસ્છરૂ ૨૦૨૧- ૨૨ માં ૩૩૯ લાભાર્થીઓની અરજી મંજૂર થયેલ છે.જે અંતર્ગત શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં પોતાની જમીન પર મકાનનું નવીનીકરણ અથરવા બાંધકામ કરવા જરૂરતમંદ લોકોને નાણાકીય સહાય આપવામાં આવે છે. ધુળાભાઈનાં પરિવારની જેમ આ યોજનાથી જરૂરતમંદ અનેક પરિવારોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આવા પરિવારોના ચહેરા પરનો આવાસસુખનો આનંદ વાંચી શકાય છે.

File-02-Page-Ex-04-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *