માણાવદર તાલુકાના 200 થી વધુ ખેડુત ભાઈઓ તથા બહેનોને કાર્બન કઈ રીતે પૃથ્વીને બીમાર કરે છે, તેનાથી કઈ રીતે બચી શકાય તથા પ્રદૂષણ બચાવવા માં ખેડૂતો કઈ રીતે મદદગાર નીવળી શકે તે માટે ની વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ તકે સરકાર માંથી મદનીશ ખેતી નિયામક શ્રી. પી.કે મોરી, ખેતિવાળી અધિકારી શ્રી કે.પી ગજેરા, બાગાયત અધિકારી એમ. એમ પરમાર તથા આર. વી. ચૌહાણ સહિત ના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વરાહા માંથી દિશાબેન અને ડો. સુમન આગાખાન સંસ્થાની સેન્ટ્રલ ઑફિસ માંથી, મનસુખભાઇ, શ્રજેશ ગુપ્તા,સિદ્ધાર્થ ડાભી, અશોક મેર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંસ્થાના ગડુના એરિયા મેનેજર હસમુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. તથા સંસ્થાના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર