શિક્ષકોની ઘટ…
ત્રણ વર્ષથી ઘટ હતી.પરંતુ તાજેતરમાં બદલી કેમ્પ યોજાતા ૮ શિક્ષકોની બદલી થઇ..
ઊના પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ઘટ હોવાથી છાત્રોના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. જેના કારણે છાત્રોના ભવિષ્ય પર
માઠી અસર જોવા મળેલ કોબ પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ શિક્ષકોની ઘટ હતી. પરંતુ તાજેતરમાં બદલીના કેમ્પ યોજાયો
હતો. જેમાં 8 શિક્ષકોની બદલી થતાં હાલ 10 શિક્ષકો ઉપર 658 છાત્રોનું ભારણ વધ્યું હોય અને આટલી મોટી છાત્રોની સંખ્યા
ધરાવતી કોબ પ્રા.શાળામાં હાલ શિક્ષકોની ઘટ થતા બાળકોને કેવી રીતે અભ્યાસ અપાવુ તે શિક્ષકો માટે માથાનો દુખાવો સમાન હોય
જ્યારે આ બાબત અગાઉ એસ એમ સી દ્વારા ગામના આગેવાનો, સરપંચ તેમજ જીલ્લા પંચાયત સદસ્યોએ ટી પી ઓ ને રજુઆત
કરવામાં આવેલ. પરંતુ કોઇજાતની શિક્ષકોને નિમણુંક થયેલ નથી. જેથી બાળકોના ભણતર પર ગંભીર અસર જોવા મળે છે.ધોરણ ૧
થી ૫ માં ૪૦૧ બાળકો સામે ૬ શિક્ષકો હોય જ્યારે ધો. ૬ થી ૮ માં ૨૫૭ છાત્રો સામે ૪ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. આમ
કુલ ૬૫૮ છાત્રો સામે ૧૦ શિક્ષકો છે. જ્યારે ૮ શિક્ષકોની ઘટના કારણે છાત્રો તેમજ હાલના શિક્ષકોને ભારે હાલાકીનો સામનો
કરવો પડે છે. તાજેતરમાં બદલી કેમ્પના કારણે પચાસ ટકા શિક્ષકો બદલી કરી જતાં રહેતા શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ગંભીર
અસર પડી રહી છે. આ બાબતે વાલીઓમાં પણ ભારે રોષ ફેલાયેલ અને તાત્કાલીક શાળામાં શિક્ષકોને નિમણુક કરવામાં આવે તેવી
રજુઆત પણ કરેલ છે…
બોક્ષ્ – કેમ્પ યોજાતા ૮ શિક્ષકો બદલી કરી જતા રહેતા બાળકો પર ગંભીર અસર….આચાર્ય
કોબ પ્રા.શાળાના આચાર્ય જયેશ બારડે જણાવેલ કે ત્રણ વર્ષથી તો સ્ટાફની ઘટ હતીજ પરંતુ કેમ્પ યોજાયો હતો. જેમાં ૮ શિક્ષકોની
બદલી કરી જતા રહેતા હાલ આઠ શિક્ષકોની ઘટ છે. જેના કારણે બાળકો પર ગંભીર અસર પડે છે. આ બાબતે તાલુકા પંચાયતના
સદસ્યો, સરપંચ સહીતના લોકોએ તાલુકામાં રજુઆત કરી છે. આ બાબતે સત્વરે શિક્ષકોની નિમણુંક કરે તેમ જણાવેલ હતું.
બોક્ષ્ – અગાઉ શાળામાં શિક્ષકની ઘટ હતીજ….શિક્ષક..
પ્રા.શાળાના અશ્વિનભાઇ વાળા મદદનીશ શિક્ષકે જણાવેલ કે અગાઉથી અમારી શાળામાં શિક્ષકની ઘટ હતી. તાજેતરમાં બદલી કેમ્પ
યોજાયેલ તેમાં ૮ શિક્ષકો જતા રહ્યા છે. જેથી શાળામાં સ્ટાફની ઘટ છે. આ બાબતે આચાર્યને એસ એમ સી, જીલ્લા પંદસ્યો,
સરપંચ, ગામના આગેવાનોએ તાલુકા કક્ષાએ ટી ડી ઓ, ટી પી ઓને રજુઆત કરી હતી. અમારી મોટી શાળામાં બાળકોની સંખ્યા
વધુ છે જેના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પઢી રહી છે. વાલીઓ પણ સતત રજુઆત કરી રહ્યા છે.
