સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા તિરુપતિ ઋષિવનમાં એક બાળકનો જીવ માંડ માંડ બચ્યો હતો. માતા પિતા સાથે આવેલ બાળક અચાનક જ વોટર પાર્કના સ્વિમિંગ પૂલમાં પગ લપસતા પડ્યુ હતુ. વોટર પાર્કમાં પડતા જ તે ડૂબી જાય એમ લાગી રહ્યુ હતુ. આ દરમિયાન જ નજીકમાં રહેલો એક કર્મચારીની નજર પડતા જ તે બાળકને બચાવવા માટે આવી પહોંચ્યો હતો. તેણે પાણીમાંથી બાળકને હેમખેમ બહાર નિકાળવામાં આવ્યો હતો. માતા અને પિતા સેલ્ફી પાડવા માટે થઈને બાળકને એકલુ જ છોડીને વ્યસ્ત બની ગયા હતા. આ દરમિયાન બાળકનો પગ લપસ્યો હતો. જે પ્રમાણે વીડિયો સામે આવ્યા છે. એમાં જાેઈ શકાય છે કે, બાળક એકલુ હતુ અને તેનો પગ લપસતા તે સીધો પાણીમાં જઈને પડે છે. તિરુપતિ ઋષિવનમાં એક મોટી ઘટના ઘટતા સહેજમાં રહી ગઈ ગઈ હતી. વિસ્તારમાં બાળકોની સલામતી માટે યોગ્ય જાળવણીના પગલા લેવા જાેઈએ અને વાલીઓએ પણ જાગૃતિ દાખવવીને બાળકોનુ ધ્યાન રાખવુ જાેઈએ.
