Sports

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડના નામે ખાસ રેકોર્ડ, જે દિગ્ગજાે પણ નથી તોડી શક્યા

‘The Wall’ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં એક છે. દ્રવિડ વિશ્વભરમાં તેમની દમદાર બેટિંગ ટેકનિક, શાનદાર રેકોર્ડ અને ઈમાનદાર સ્વભાવ માટે ફેમસ છે. રાહુલ દ્રવિડે ૧૯૯૬ થી ૨૦૧૨ દરમિયાન કુલ ૧૭ વર્ષ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. દ્રવિડ ભારતના સૌથી સફળ અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાં એક છે. રાહુલ દ્રવિડ કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં અને ગમે એવી ખતરનાક બોલિંગ સામે લાંબી અને મક્કમ ઈનિંગ રમવા માટે પ્રખ્યાત હતા.
રાહુલ દ્રવિડે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ દ્રવિડનો એક રેકોર્ડ એવો છે જે આજે ૨૦ વર્ષ પછી પણ અકબંધ છે.

જેને સચિન તેંડુલકર, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, ઈન્ઝમામ-ઉલ-હક, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજાે પણ નથી તોડી શક્યા. રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયા વિના સૌથી વધુ ૧૭૩ ઈનિંગ્સ રમી હતી. દ્રવિડે ૧૦ જાન્યુઆરી ૨૦૦૦ અને ૬ ફેબ્રુઆરી ૨૦૦૪ વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ કોઈપણ ખેલાડી દ્વારા શૂન્ય પર આઉટ થયા વિના રમાયેલ આ સૌથી વધુ ઈનિંગ્સ છે. દ્રવિડ બાદ બીજા ક્રમે સચિન છે. તેંડુલકરે શૂન્ય પર આઉટ થયા વિના ૧૩૬ ઈનિંગ રમી હતી. આ રેકોર્ડ હજી તૂટયો નથી અને ભવિષ્યમાં કદાચ ક્યારેય તૂટશે પણ નહીં.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *