Gujarat

શાહરુખ વર્ષે રવિ સિંહને ૨.૭ કરોડ રૂપિયા પગાર ચૂકવે છે

મુંબઈ
શાહરુખ ખાન પહેલા મુંબઈમાં ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યાર બાદ ‘પઠાન’નું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત શાહરુખ એક્ટર સલમાનની ફિલ્મ ‘ટાઇગર ૩’ તથા આર માધવનની ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’માં કેમિયો કરશે.શાહરુખ તથા ગૌરી ખાન છેલ્લા એક મહિનાથી દીકરાને કારણે પરેશાન રહ્યાં છે. આર્યન ખાનની ગયા મહિને દ્ગઝ્રમ્ (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ક્રૂઝ પરથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જામીન મળ્યા બાદ પણ દર શુક્રવારે આર્યન ખાને દ્ગઝ્રમ્ ઓફિસમાં હાજરી પુરાવા જવાનું છે. આર્યન હજી પણ નોર્મલ થયો નથી. શાહરુખ ખાને પણ શૂટિંગમાંથી બ્રેક લીધો છે. હવે માનવામાં આવે છે કે શાહરુખ પોતાના માટે નવો બૉડીગાર્ડ લેશે. વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલ પ્રમાણે, આર્યનની ધરપકડ બાદથી શાહરુખ ખાન દીકરા માટે નવો બૉડીગાર્ડ શોધતો હતો. જાેકે હવે તેણે પોતાનો ર્નિણય બદલ્યો છે. શાહરુખ હવે પોતાના માટે નવો બૉડીગાર્ડ લેશે અને પોતાનો બૉડીગાર્ડ રવિ સિંહને આર્યન સાથે રાખશે. આર્યન નવી વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ થઈ શકે એમ નથી, આથી જ રવિ સિંહને તે વર્ષોથી ઓળખે છે. તેની સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. આર્યને દર અઠવાડિયે દ્ગઝ્રમ્ની ઓફિસ જવાનું રહેશે. આટલું જ નહીં, ડ્રગ્સ કેસમાં દ્ગઝ્રમ્ની નવી ટીમ હવે આ કેસમાં આર્યનને પૂછપરછ માટે પણ બોલાવી શકે છે. શાહરુખને લાગે છે કે આ સમયે આર્યન સાથે એ વ્યક્તિ રહે, જે તેને વર્ષોથી જાણે છે. માનવામાં આવે છે કે રવિ સિંહ જાે આર્યન સાથે સતત રહેશે તો શાહરુખ શાંતિથી વિદેશમાં કે પછી ભારતમાં પણ શૂટિંગ કરી રહેશે. શાહરુખને દીકરાની ચિંતા થોડી ઓછી રહેશે.

ravi-singh-bodyguard.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *