Gujarat

શું ખરેખર બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી છે? જાણો 2024માં શું થશે

બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જો આ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો પૃથ્વી પર તબાહી મચી જશે.

વર્ષ 2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ

બાબા વેંગા વિશ્વના મશહૂર ભવિષ્યવક્તાઓ પૈકીના એક હતા જે બુલ્ગારિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાની બંને આંખોની રોશની જતી રહી હતી. બાબા વેંગાનું ઓગસ્ટ 1996માં મૃત્યુ થઈ ગયુ હતુ. પોતાના મોત પહેલા તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી હતી.

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. બાબાએ અમેરિકામાં થયેલા 9/11 ના આંતકી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મોત અને બ્રેગ્જિટ જેવી ઘણી ભવિષ્યવાણીઓ પહેલેથી જ શેર કરી દીધી હતી.

બાબા વેંગાએ વર્ષ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જેમાંથી જો એક પણ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો સમગ્ર વિશ્વમાં તબાહી મચી જશે.

બાબા વેંગા અનુસાર વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થઈ શકે છે. આ ષડયંત્રમાં કોઈ અન્ય નહીં પરંતુ તેમના જ દેશના લોકો સામેલ હોઈ શકે છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં કેન્સરની સાથે ઘણી બીમારીઓની સારવાર મળી શકે છે. ઘણા વૈજ્ઞાનિક ઝડપથી જ કેન્સરની વેક્સિન શોધી લેવાનો દાવો કરી રહ્યા છે.

બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે જોડાયેલી છે. બાબા અનુસાર વર્ષ 2024માં સંપૂર્ણ વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થવાનું છે. બાબા વેંગા અનુસાર વર્ષ 2024માં દેશનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારનો ટેસ્ટ કરી શકે છે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી હકીકતમાં જોખમી છે.

બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની પણ ચેતવણી આપી છે. તેમના અનુસાર વર્ષ 2024માં સમગ્ર વિશ્વને મોસમ સંબંધી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *