બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લુહાર-સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નારેચણીયા હનુમાનજીની વાડી ખાતે રાણપુર લુહાર-સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી ની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં મહાપુજા,આરતી,સમૂહ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ તેમજ ગીરનારી આશ્રમના મહંત પુજ્ય પુરણનાથબાપુ હાજર રહી આશિર્વચન આપ્યા હતા તેમજ હેત પિત્રોડા એ માં-બાપ નું મહત્વ વિશે સુંદર વ્યક્તવ્ય આપ્યુ હતુ.વિશ્વકર્મા જયંતી ની ઉજવણી ના દાતા તરીકે ચંદુભાઈ નાનુભાઈ લુહાર રહ્યા હતા.મોટી સંખ્યામાં લુહાર-સુથાર સમાજના લોકો હાજર રહ્યા હતા…