Gujarat

વર્લ્ડક્લાસ ICU અને ઓપરેશન થિયેટર્સ, એન્ટ્રી ગેટથી IPD સુધી, પહેલીવાર જુઓ ખૂણેખૂણાનો નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એઇમ્સમાં હાલ 250 બેડની IPD સુવિધા તૈયાર છે. જે શરૂ થતાની સાથે-સાથે દર્દીઓને સારામાં સારી સારવાર આધુનિક મશીનરી ઉપયોગ સાથે આપવામાં આવશે.

190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ તહેનાત રહેશે
રાજકોટ એઇમ્સનું આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ પહેલા રાજકોટ એઇમ્સ દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરશે. આ પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને OPD બાદ IPD સારવાર પણ રાજકોટ એઇમ્સ ખાતે મળી રહેશે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં હાજર તૈનાત રહેશે.

200 એકરની વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણ.

કાર્યરત એમ્બ્યુલન્સમાં વધારો કરાશે
250 બેડની IPDનું લોકાર્પણ થશે, જેમાં 25 બેડ ICU વાળા રાખવામાં આવશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત, સહિત ઇમરજન્સી કિસ્સામાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે. હાલમાં 2 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે, જે ભવિષ્યમાં 5થી વધુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સ ફૂલ ફલેઝમાં શરૂ થતા સાથે આગામી સમયમાં દર્દીઓને અલગ-અલગ 23 પ્રકારની સારવાર પણ મળી રહેશે.

ગુજરાતના દર્દીઓને OPD બાદ IPD સારવાર મળી રહેશે.

 

ફુલ ફ્લેજમાં રાજકોટ એઇમ્સ શરૂ થતાં લોકોને 23 સુવિધાઓ મળી રહેશે

  1. ANESTHESIOLOGY & PERIOPERATIVE CARE
  2. ANATOMY
  3. FORENSIC MEDICINE & TOXICOLOGY
  4. DERMATOLOGY
  5. OBSTETRICS & GYNAECOLOGY
  6. OPHTHALMOLOGY
  7. PHYSIOLOGY
  8. PSYCHIATRY
  9. PHARMACOLOGY
  10. BIOCHEMISTRY
  11. COMMUNITY AND FAMILY MEDICINE
  12. GENERAL SURGERY
  13. GENERAL MEDICINE
  14. MICROBIOLOGY
  15. OTORHINOLARYNGOLOGY
  16. TRANSFUSION MEDICINE
  17. PAEDIATRICS
  18. DENTISTRY
  19. PATHOLOGY
  20. RADIODIAGNOSIS
  21. RADIATION ONCOLOGY
  22. PULMONARY MEDICINE
  23. ORTHOPAEDIC
એઇમ્સ હોસ્પિટલનું પ્રવેશદ્વાર.

એઇમ્સ ખાતે 250 બેડની મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા
ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં આકાર લઇ રહી છે. રાજકોટ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણકાર્ય ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી રાજકોટ એઇમ્સ ખાતે 50 બેડની સુવિધા સાથે OPD સેવા કાર્યરત છે અને આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ બાદ રાજકોટ એઇમ્સ ખાતે 250 બેડની મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા સાથે IPD સેવા પણ શરૂ કરી દેવામાં આવશે. સાથે-સાથે ચાર ઓપરેશન થિયેટર પણ તૈયાર થઇ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી અકસ્માત કે અનય કોઈ કેસમાં દર્દીની સર્જરી કરવાની આવશ્યકતા જણાઈ તો તે પણ અહીંયાથી દર્દીને સારી અને યોગ્ય સારવાર મળી શકશે.

750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે.

15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે
રાજકોટનાં જામનગર રોડ ઉપર ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજકોટ જામનગર રોડ પર પરાપીપળીયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેમાં કુલ 750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે અને શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવશે.

250 બેડની મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા સાથે IPD સેવા શરૂ થશે.

IPDનો સૌરાષ્ટ્રના દર્દીઓને સીધો લાભ થશે
છેલ્લા બે વર્ષથી અહીં કાર્યરત ઓપીડી સેવા શરૂ થયા બાદ આઇપીડી (ઇન્ડોર પેશન્ટ સર્વિસ) સેવા પણ શરૂ થવા જઇ રહી છે. આ માટે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધા IPD સેવા તૈયાર થઇ જતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો લાભ થશે. 250 બેડની સાથે-સાથે ઓપરેશન થિયેટર, સીટીસ્કેન, એક્સ રે, MRI જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઇ જતા તેનું પણ ટેક્નિકલ ચેકિંગ કરી લાયસન્સ મેળવવાની પ્રોસેસ પૂર્ણતાના આરે છે. જેથી IPD શરૂ થતા આ બધી સુવિધાનો પણ લાભ દર્દીઓ લઇ શકશે.

આધુનિક સાધનોથી દર્દીઓને ઘરઆંગણે સારવાર મળશે.

ઘરઆંગણે જટિલ સારવાર મળી રહેશે
રાજકોટમાં એઇમ્સ બન્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે. કારણ કે, ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે એઇમ્સ હોસ્પિટલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ થઇ ગયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ મુંબઈ કે દિલ્હી જેવા શહેરોમાં જવું પડશે નહિં અને ઘર આંગણે જ સામાન્યથી લઇ જટીલ સારવાર મળી રહેશે.