Gujarat

જસદણના કલાકાર અને RK યુનિ.ના વિદ્યાર્થીઓએ લાકડામાં કોતરણી કરી થ્રી ડાયમેન્શનલ એઇમ્સનું પ્રતિકૃતિ મોડેલ બનાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ.48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સોડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 3-ડી એઇમ્સ મોડેલ પ્રધાનમંત્રીને ભેટ અપાશે. આર.કે. યુનિવર્સટીના અમિત તન્નાએ જણાવ્યું હતુ કે, આર.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ખોડીદાસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સામુહિક પ્રયાસો અને કલાકોની મહેનત બાદ 48 સેમીx36 સેમી x 15 સેમી સાઈઝની રાજકોટ એઇમ્સની પ્રતિકાત્મક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને યાદગીરીરૂપે આ પ્રતિકૃતિ કાઠિયાવાડની મોંઘેરી ભેટ અપાશે.

આર.કે. યુનિવર્સિટીએ તૈયાર કરલી એઇમ્સની પ્રતિકૃતિ

અગાઉ ડાયમંડ જડિત પ્લેનની ભેટ અપાઇ હતી

જ્યારે જસદણના બજરંગ હસ્તકલાના કારીગર સાગરભાઈ રાઠોડ અને તેમની ટીમે વુડ કાર્વિંગ (લાકડાંની કોતરણી) અને ઓક્સીડાઈઝ મીણાકારી દ્વારા 17×27 ઈંચની એઇમ્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જગદીશભાઈ કલોતરા, અનિલભાઈ છાયાણી અને તેમની ટીમ દ્વારા ત્રણ દિવસની મહેનત બાદ વુડ લેસર કટિંગ અને આર્ટ વર્કના સમન્વયથી આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે જે વડાપ્રધાનને ભેટ અપાશે. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ સમયે ડાયમંડ જડિત પ્લેનની આ પ્રકારની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.