શહેરના માનસરોવર તળાવમાં છ મહિનાથી ચાલી રહેલી તળાવની સફાઈ કાર્ય દરમિયાન તળાવમાંથી હજારો કિલો જળકુંભી બહાર કાઢવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સાંજે તળાવની દીવાલનો એક ભાગ અચાનક જમીનદોસ્ત થયો હતો જેમાં દીવાલની ઉપર જ ઉભેલા ડૉ.રવિ સોનીનો બચાવ થયો હતો.રવિ સોનીએ જણાવ્યું કે માનસરોવરમાં જગ્યા જગ્યાએથી દીવાલો પાણીના વધુ પડતા પ્રેશરના લીધે તૂટી છે. પાલિકા દ્વારા 7થી8 કરોડના ખર્ચે તળાવ રીનોવેશન કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક તળાવનું રિનોવેશન કરવામાં આવે અને તળાવની દીવાલોને થતું નુકસાન અટકાવવામાં આવે.આજે ચમત્કારિક બચાવ થયો છે.