Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ થી પાયલોટ બંગલા સુધી રોડ-શો યોજશે, રાત્રિ રોકાણ ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કરશે

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને રાત્રિના રોકાણ કરવાના છે ત્યારે શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી કિલ્લાની જેમ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણને કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે 700 થી વધુ પોલીસ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબી ના જવાનો બંદોબસ્ત માં મુકાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પર સુરક્ષા એજન્સીઓની બાઝ નજર રાખવામાં આવી રહી છે.

જામનગરમાં એસપીજી કમાન્ડોની ત્રણ ટીમો અને 100 જેટલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને 700થી વધુ પોલીસ કર્મીઓ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરપી જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યા છે. તેમજ આજે રાત્રિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે અને સર્કિટ હાઉસ ખાતે જ્યાં રાત્રે રોકાણ કરવાના છે ત્યારે ડોગ સ્કોડ અને બૉમ્બ સ્કોડ દ્વારા સતન ચેકિંગ પણ કરાઇ રહ્યું છે અને રીયલ રીયલ પણ યોજાઈ ગયું છે તેમજ જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રે રોકાણના કાર્યક્રમને લઈને સમગ્ર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. તેમજ શહેરમાં સાત રસ્તાથી ટાઉનહોલ સુધીનો રસ્તો બંધ કરી જાહેરનામું બહાર પાડી દેવાયું છે કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર અને પ્રતિબંધ કરી દેવામાં આવ્યા છે.

તેમજ સુરક્ષા ને લઈને અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે જેમાં 10 જેટલા ડીવાયએસપીઓ આઠ જેટલા પીઆઇ સહિત 100 થી વધુ પોલીસ અધિકારીઓ અને 700થી વધુ પોલીસ કર્મીઓ અને 300 થી વધુ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો બંદોબસ્ત માટે ફરજ નિષ્ફળ ફાળવણી કરી દેવામાં આવી રહી છે. તેમજ આજ રાત્રિના જ 9:00 વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના એરફોર્સ સ્ટેશન પર ઉતરશે અને એરફોર્સ સ્ટેશનથી પાયલોટ બંગલા સુધી રોડ શો અને સમગ્ર અલગ અલગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શહેરીજનો ઉત્સાહભેર સ્વાગત કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે અને વહેલી સવારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં આરતી કરશે અને મંદિર પરિસર ની માહિતી મેળવશે અને મંદિરમાં દોઢ કલાકથી વધુ રહેશે તેવી માહિતી હાલ મળી રહી છે.