આર સી મિશન પ્રાથમિક શાળા- કઠલાલમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો માટેનો રમતોત્સવ યોજાઇ ગયો, જેમાં લંગડી દોડ, લખોટી ચમચી. લાબી કુદ,દેડકા દોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી.

શાળામાં પધારેલ મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને રમતોત્સવને અંતે મુખ્ય મહેમાન રમેશભાઇ એસ પરમાર ( નિવૃત આચાર્ય) અને લક્ષ્મણભાઈ એસ પરમાર (સરપંચ ગ્રામ પંચાય દાંપટ) તરફથી શાળાનાં ૭૦૦ જેટલા બાળકો અને આમંત્રિતો તથા શિક્ષકગણને જમવાનું આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ના પ્રયત્નો થકી કાર્યક્રમ સફળ રહ્યો હતો.