કિસાન કોંગ્રેસ ના પાલ આંબલીયા, સત્યમ મકાણી ની આગેવાની માં યોજાઈ શાંતિ સભા
હેરડા ડુંગરે માં ખોડલના ચરણે બે મૃતક ખેડૂતોને શ્રધાંજલિ આપવામાં આવી
ખેડૂતો ના પાક વીમાના પત્રકો જાહેર કરો,જમીન માપણી રદ કરી નવી કરો, ખેડૂતોની માંગણીઓ સ્વીકારો –પાલ આંબલીયા

ચૂંટણી આવતાની સાથે જ દરેક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનો કાર્યરત કરતા હોય છે. ત્યારે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વ્યવસાયે ખેડૂત હોય તેવા લોકોની વસ્તી વધુ હોવાથી અને દેશ અને વિદેશના લોકોને અનાજ પૂરું પાડતા હોવાથી તેને અન્નદાતા નુ બિરુદ અપાયું છે. આ અન્નદાતાઓ દ્વવારા પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા થોડા સમયથી દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન શરુ કરાયું છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાત કિસાન કૉંગેસ ના પ્રમુખ પાલ આંબલીયા અને અમરેલી જિલ્લા કિસાન કૉંગેસના પ્રમુખ સત્યમ મકાણી ના નેતૃત્વ માં કિસાન આંદોલન ના સમર્થમ માં અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા વડિયા ના છેવાડાના ગામ હનુમાન ખીજડીયા ગામેથી હેરડા ડુંગર સુધી ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલન ને સમર્થમ આપવામાં આવ્યુ હતુ અને જય જવાન અને જય કિસાન ના નારા લગાવ્યા હતા અને હેરડા ડુંગરે બિરાજતા માં ખોડિયાર ના દર્શન કરી તેના પરિસર માં જ કિસાન આંદોલન માં મૃત્યુ પામેલા બે કિસાનો ના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના સભા યોજી હતી તો આ તકે ગુજરાત કિસાન કોંગ્રેસ ના પ્રમુખ પાલ આંબલીયા એ જણાવ્યું હતુ જે વર્તમાન ખેડૂત વિરોધી સરકાર ગુજરાતના ખેડૂતોને પાક વિમાના માંગ્યા મુજબના પત્રકો જાહેર કરી ખેડૂતોને મળવા પાત્ર રકમ ચૂકવે, જમીન માપણી રદ કરી નવી જમીન માપણી કરાવે અને કેન્દ્ર સરકાર સામે ચાલતા ખેડૂત આંદોલન ની પંદર માંગણીઓ સ્વીકારી આંદોલન નો અંત લાવે આ ત્રણ માંગણીઓ સાથે પાલ આંબલીયા એ અમરેલી જિલ્લા કિસાન કૉંગેસના પ્રમુખ સત્યમ મકાણીના ગામ હનુમાન ખીજડીયા થી ટ્રેક્ટર રેલી યોજી ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી હેરડા ડુંગર વાળી માં ખોડલ ને પ્રાર્થના કરી હતી.