કોંગ્રસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકતરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તો બિજીતરફ ભાજપમાં ટીકીટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે. કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નારણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રેસવાર્તા કરી. સુખરામ રાઠવાએ નારણ રાઠવા ભાજાપમાં જોડાવવા અંગે કોઇ જ અણસાર ના હોવાનું જણાવ્યું, વધુમાં નારણ રાઠવાએ કોંગ્રેસે પેટ ભરીને આપ્યું પરંતુ છતાં કોંગ્રેસ છોડીને ગયા તેનું દુઃખ વ્યક્ત કર્યું. નારણ રાઠવાને કે સંગ્રામ રાઠવાને ભાજપ ટિકીટ આપે તો વર્ષોથી ગામડાઓમાં કામ કરતા ભાજપના કાર્યકર સાથે ખોટું થશે તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું. સાથેસાથે સુખરામ રાઠવાએ કોંગ્રેસ માથી ઉમેદવારી માટે પોતાનો દાવો પણ રજૂ કર્યો અને એમણે જ ટીકીટ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ નારણ રાઠવાને ટીકીટ આપે તો વ્યક્તિ નહીં પરંતુ પક્ષ પક્ષ સામસામે લડશે તેવી વાત કરી છે.
