Gujarat

છોટાઉદેપુર કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા તેમના પુત્ર સાથે કેસરિયો ધારણ કર્યો.

છોટાઉદેપુરના કદાવર નેતા એવા કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. અને ગુજરાત પાર્ટી પ્રમુખના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ફરી એક વખત ઘરમાઓ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. જેને લઇને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસ માથી ત્રણ વખત સાંસદ બન્યા અને રેલ રાજ્ય મંત્રી બન્યા હતા. તે નારણ ભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા તે વખતેજ બોડેલીમાં છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર માટે કૉન્સેસ લેવાતો હતો, ત્યારે છોટાઉદેપુર જિલ્લો હવે કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યો છે.