Gujarat

પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા RTO કર્મીઓનું વિરોધ પ્રદર્શન

આરટીઓના અધિકારી- કર્મીઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓની વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી છે. ત્યારે આનો હજુ સુધી કોઇ ઉકેલ નહી આવતા સમગ્ર રાજયમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડતા આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી સહિતના કાર્યક્રમો કરાઈ રહ્યા છે.

આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા પ્રોબેશન, ચેકિંગમાં પડતી હાલાકી, ફ્લાઇંગ પદ્ધતિની ચેકિંગની વ્યવસ્થા, હેડક્વાટરથી દૂર ચેકિંગ પોઇન્ટ પર આવવા જવા સરકારી વાહન, સળંગ સાત નાઇટ શીફટની ફરજ સહિતની વિવિધ માંગો અંગે છેલ્લા ઘણા સમયથી વાહનવ્યવહાર વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય કોઇ જ નિવેડો ન આવતા આરટીઓ ઇન્સ્પેકટર અને સ્ટાફ દ્વારા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તા. 4 માર્ચથી પણ અચોક્કસ મુદતની માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી.