જૂનાગઢનાં આઝાદચોક સ્થિત રેડક્રોસ હોલમાં અનેક મહિલા મંડળ દ્વારા બહેનોમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં રહેલી આવડત બતાવવા એક નવું પ્લેટફોર્મ મળે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. હાલ ગૃહિણીના રસોડામાં ફાસ્ટફૂડનો પેસારો પણ વધ્યો છે સાથે સાથે કાયમી ભોજનમાં પણ નમકીનનો પણ સમાવેશ થતો હોય છે આવા સંજોગોમાં પોષ્ટિક વાનગીઓ પણ મહત્વની હોય છે અને બહેનો પણ વિવિઘ પોષ્ટિક વાનગીઓ તૈયાર કરી પોતાનાં રસોડામાં આ વાનગીઓને સ્થાન આપી શકે તેવા પ્રયત્ન સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા કાયમ માટે થતાં હોય છે.
તાજેતરમાં જ લીલી મેથીની ભાજીમાંથી બનતી વિવિઘ વાનગીઓની અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી અને મેથીનાં ઉપયોગમાંથી બનતી વિવિઘ વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યુ હતુ.
મહત્વનુ છે કે મેથીની ભાજી ખાવાથી અનેક પ્રકારની તકલીફો દૂર થાય છે. ખાસ મેથીની ભાજી પેટથી જોડાયેલી સમસ્યોને પણ દૂર કરવામાં અસરકારક છે તો પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર જોવા જઈએ તો ગરમ હોય છે એને ખાસ શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો પણ રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે શિયાળાની સિઝનમાં થતાં સાંધાઓના દર્દને પણ દૂર કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્યવર્ધક મેથીની ભાજીને ડાયટમાં સામેલ કેવી રીતે કરી શકાય અને તેમાંથી વિવિઘ પોષ્ટિક વાનગીઓ પણ કેવી રીતે બની શકાય તે માટે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 20 બહેનોએ ભાગ લીધો હતો અને જેમાંથી લીલી મેથીનો ઉપયોગ કરીને ચકરી, સ્ક્કરપરા, ગાઠીયા, કટલેસ જેવી વિવિઘ પોષ્ટિક વાનગીઓ તૈયાર કરી મુકવામાં આવી હતી.
સ્પર્ધામાં નિર્ણાયક સાધનાબહેન નિર્મળ તેમજ જયશ્રીબહેન ગોરીયા દ્વારા 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમાંકે આવેલ પૂનમબહેન ઢાલાની દ્વારા મેથીની ભાજી માંથી બિસ્કીટ બનાવી લાવ્યા હતા જ્યારે બીજા ક્રમાંકે સુધાબહેન ગઢિયા દ્વારા મેથીના વડા બનાવી લાવ્યા હતા તેમજ ત્રીજા ક્રમે આવેલ દીપાબહેન રાજા .. લીલી મેથીમાંથી સ્વાદિષ્ટ અને પોષ્ટિક મઠડી બનાવી લાવ્યા હતા.
દરેક સ્પર્ધકોએ લીલી મેથીના ફાયદાઓ વિશે વિચારો રજુ કર્યાં હતાં જેમાં આરોગ્ય બાબતે વજન, હાર્ટ પ્રોબ્લેમ, નિખાર, દાત, નબળાઈ, ડાયાબિટીસ, એનિમિયા, જોઇન્ટ પેઇન, પીરીયડ તેમજ પાચનની થતી સમસ્યામાં લીલી મેથીના ઊપયોગ અને ફાયદાઓ જણાવાય હતાં.
સમગ્ર સ્પર્ધાને નિહાળવા 70 કરતા પણ વધુ બહેનો ઉપસ્થીત રહ્યા હતાં અને સ્પર્ધાને સફળ બનાવવા પ્રમુખ પ્રવિણાબેન વાધેલા, મંત્રી રશ્મીબેન વિઠલાણી, ભાવનાબેન વૈષ્ણવ, ધર્મિષાબેન છાયા તેમજ ક્રિષ્નાબેન અઢિયા દ્વારા જહેમત ઉઠાવવી હતી

