Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ઉતાવળા હનુમાન મંદિર  ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તા.૨૮-૨-૨૪ ના રોજ નિયામકશ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા  જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું,ઘોબા, તા- સાવરકુંડલા, જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર,હાથસણી રોડ, સાવરકુંડલા  ખાતે સર્વરોગ આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે  લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ  માર્ગદર્શન આપવામાં આવ્યું  તેમજ શંશમની વટી ઋતુજન્ય રોગચાળા પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો.
આ નિદાન કેમ્પ માં ડો. કે. બી. ગોંડલીયા તેમજ ડો ભાવેશ મહેતા દ્વારા સેવા આપવામાં આવી.