અમૃતધારા ડોન બોસ્કો કપડવંજદ્વારા ફાધર અશ્વિન મેકવાનના નેતૃત્વ હેઠળ દ્વારા ડોન બોસ્કો ડાકોર ખાતે ૨૯માં નીતિ શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી. દિવસનો હેતુ પ્રેમ થકી શાંતિ અને એકતા રાખવામા આવ્યો હતો, જેમાં જુદી જુદી શાળાના ૫૮૦ જેટલા ધોરણ ૯ ના બાળકોએ ભાગ લીધો હતો.

દિવસની શરૂઆતમાં બાળકોને દસ જુદા-જુદા જૂથમાં વહેંચીને SYM ના યુવાનો દ્વારા તેઓને રમત રમાડવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત
ફા. પ્રવીણ મકવાણા ડાકોર ડોન બોસ્કોના રેક્ટર દ્રારા સર્વનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ પ્રાર્થના નૃત્ય કરવામાં આવ્યું હતુ અને ત્યાર બાદ આમંત્રિત મહેમાનોનું પુષ્ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિ પ્રીતિબેન રાઠોડ અને શૈલેષભાઈ રાઠોડ દ્વારા બાળકોને તેમના સારા અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ઉજ્જ્વળ ભવિષ્ય ની સાથે સાથે વ્યક્તિગત વિકાસ, સામાજિક વિકાસ અને વૈજ્ઞાનિક વિકાસનો સમાવેશ થાય છે. મધ્યાહન માં ભોજન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તૈયાર કરેલા નાટ્યની રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે ને સાથે બાળકોનો સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

