જામનગર સહિત આખા ભારત તેમજ વિશ્વમાં ઉત્તેજના જગાવનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં જ્યારે દેશ-વિદેશથી ઉચ્ચ કંપનીઓના માલિકો અને સીઈઓ પધારી રહ્યા છે. બીજી બાજુ અનેક દેશ-વિદેશના રાજનેતાઓ પણ આવી રહ્યા છે ત્યારે જામનગર પોલીસે બંદોબસ્ત જાળવવા માટે અન્ય જિલ્લાઓમાં પોલીસનો કાફલો અને અધિકારીઓ બોલાવ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમને ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે અહીં આવનાર દેશ-વિદેશના વીઆઈપીઓ માટે જામનગર પોલીસે પણ કમર કસી લીધી છે. જામનગર એરપોર્ટ ખાતે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ ઉપરાંત 285 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે 3 સીફ્ટમાં મૂકી દેવાયા છે. ઉપરાંત જામનગર નજીકના સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, મોરબી જિલ્લાની પોલીસ પણ બોલાવવામાં આવી છે.

