ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં લોકોની સુખાકારી માટે વિકાસના કામોનું આજે વિધિવત્ ખાત મુહુર્ત કરવાના આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, યુવાઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોટા ડેસર ગામમાં વિકાસના કામોનું વિધિવત્ ખાત મુહુર્ત પાવન અવસરે ધારાસભ્ય કે સી રાઠોડ, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સિલોજ ગામના સરપંચ, નાથળ ગ્રામ પંચાયતના સભ્ય સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં વાસમો અંતર્ગત ઊંચી ટાંકી, ભૂગર્ભ ટાંકી, પાઇપ લાઇનનું કામ- અંદાજે 37,00,000, આંગણવાડીનું કામ કુલ 3 અંદાજે 24,00,000, સ્ટ્રીટ લાઈટનું કામ અંદાજે 5,50,000, CC રોડનું કામ- અંદાજે 4,50,000, શાક માર્કેટનું કામ- અંદાજે 5,00,000, શાળાના કાર્યો- અંદાજે 12,60,000 કુલ અંદાજે રૂ .88 લાખના કામોનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત દ્વારા મોડેલ મોટા ડેસર મારો સંકલ્પ લીધો હતો.

