Gujarat

“નારી વંદના” કાર્યક્રમની કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય

છોટાઉદેપુર જિલ્લામા ૬માર્ચના રોજ છોટાઉદેપુર,કવાંટ અને સંખેડા ખાતે “નારી વંદના” કાર્યક્રમ યોજાશે.
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી અને માન મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૬મી માર્ચના રોજ પાટણ ખાતે “નારી વંદના” કાર્યક્રમ યોજનારા છે.આ મુખ્ય કાર્યક્રમને સમાંતર રાજયની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્ય,.સાંસદસભ્ય,અને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે.
“નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર કલેકટરની અધ્યક્ષતામાં પદાધિકારીઓની બેઠક યોજાય હતી. આ બેઠકમાં અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે,વિધાનસભા મત વિસ્તાર ૧૩૭-છોટાઉદેપુરમાં  એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ,૧૩૮-જેતપુરપાવીમાં એ.પી.એમ.સી કવાંટ, ૧૩૯-સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલમાં કાર્યક્રમ યોજાશે.તેઓએ પદાધિકારીઓ પાસેથી સમગ્ર કાર્યક્રમના સંચાલન,વ્યવસ્થા,મીનીટ ટૂ મીનીટ,ડાયસ પ્લાન  વિગેરેની વિગતો મળેવી પદાધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી.સચિનકુમાર ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ,નિવાસી અધિક કલેકટરશ્રી.એસ.કે.ગોકલાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.ડી.ભગત, તમામ તાલુકાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી  સહિત પદાધિકારીશ્રીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.