સાવરકુંડલા ખાતે નાત જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્રમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી કબીર સંપ્રદાયની ધાર્મિક સંસ્થા કબીર ટેકરીનું નામ ગુજરાત ભરમાં સેવા ક્ષેત્રમાં ગૂંજ્યા કરે છે આ સંસ્થા દ્વારા થતી સેવા પ્રવૃત્તિથી પ્રેરાયને સેવક વર્ગની મોટી વણઝાર ઊભી થઈ છે ,૧૯૭૦માં બ્રહ્મલીન મહંત પૂજ્ય તપસ્વી શ્રી રામ પ્રતાપ સાહેબે શિવરાત્રી મેળામાં જુનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓને રહેવા જમવાની સગવડતા મળી રહે તે માટે રાવટી શરૂ કરેલ તે સેવાને હાલના મહંત શ્રી નારણદાસ સાહેબે પણ વર્તમાન સમય અનુસાર વધુ સુવિધા સાથે ૫૫ માં વર્ષે ચાલુ રાખી મેળામાં આવતા શ્રદ્ધાળુ ને આશીર્વાદ રૂપ બની રહ્યા છે છેલ્લા ૫૫ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદ મંદિર સામે સગર જ્ઞાતિવાડી પાસેના પુલનીચે વિશાળ જગ્યામાં આ રાવટી ઉભી કરવામાં આવે છે અને શિવરાત્રીના પર્વમાં એક સપ્તાહ સુધી ભજન સાથે ચા, પાણી, ભોજન પ્રસાદ અને પથારી પાગરણની તમામ સુવિધા યાત્રાલુઓને પૂરી પાડવામાં આવે છે કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબની ભાવના છે કે રાવટીએ આવનાર એક પણ શ્રદ્ધાળુ ચા ,પાણી કે ભોજન પ્રસાદ વગર ન રહે અને તે માટે મહંત શ્રી પોતે જ રાવટી ખાતે હાજર રહી સ્વયંસેવકોને માર્ગદર્શન આપી રહ્યા છે આ રાવટીમાં સતત એક સપ્તાહ સુધી કબીર ટેકરીના સંતો, સેવકો અને અનુયાયીઓયાત્રાળુઓની સેવા સરભરામાં રોકાશે આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરું આયોજન કરી પથારી, પાગરણ ,ઘી ,તેલ, અનાજ,કઠોળ સહિતનું રેશન જુનાગઢ ખાતે પહોંચાડી રાવટી તૈયાર કરી દેવામાં આવી છે અને આજ તારીખ ૪-૩-૨૪થી કાર્યરત કરવામાં આવી છે જેમાં નાત જાતના ભેદભાવ વગર તમામ યાત્રાળુઓને સગવડતા આપવામાં આવશે જૂનાગઢ શિવરાત્રીના મેળામાં આવતા યાત્રાળુઓને કબીર ટેકરીની રાવટીમાં પધારવા મહંત શ્રી નારણદાસ સાહેબે યાત્રાળુઓને આમંત્રણ પાઠવ્યું છે. એમ દિપક પાંધીની એક યાદીમાં જણાવ્યું હતું.

