નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સમર્પણ ધ્યાન પરિવાર દ્વારા ધ્યાન અંગે વાર્તાલાપ તથા ધ્યાન શિબિરનું આયોજન કરવામા આવેલ.કાર્યક્રમની શરૂઆત સમુહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રો.ડો.અર્જુનસિંહ પરમાર (અંગ્રેજી વિભાગ) દ્વારા સમર્પણ ધ્યાન પરિવારમાંથી આવેલ સાધકો માધુરીબેન મસરાણી, હિનાબેન ગોસાઈ, દર્શનાબેન માલાણી નું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગ, વિપશ્યના ધ્યાન, સમર્પણ ધ્યાન વિશે પ્રાસંગિક વાતો દ્વારા વિદ્યાર્થીઓને આ વૈજ્ઞાનિક યોગ પદ્ધતિઓ વિશે માહિતગાર કરેલ.કાર્યક્રમના વક્તા માધુરીબેન મસરાણીએ પોતાના વક્તવ્યમાં પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર યોગને વ્યક્તિના જીવન વિકાસ માટે શા માટે જરૂરી ગણાવ્યું છે, યોગનું મહત્વનું અંગ ધ્યાન છે અને જો ધ્યાન અને જીવનનો હિસ્સો બનાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ધરમૂળથી બદલાઈ જાય અને જીવનમાં શાંતિ અને સમાધાન લાવી શકાય તે વિશે વાત કરેલ તેમજ હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયન ધ્યાન યોગ સંસ્કાર એ અનુભૂતિ પર આધારિત સરળ ધ્યાન પદ્ધતિ છે તેના વિશે વિદ્યાર્થીઓને વાતો કરેલ.કાર્યક્રમના બીજા ભાગમાં વિદ્યાર્થીઓને સંગીત સાથે ધ્યાન કરાવી એક અલગ જ માનસિક અનુભૂતિ કરાવવામાં આવેલ. નિયમિત ધ્યાન દ્વારા માનસિક અને બૌદ્ધિક ક્ષમતામાં સકારાત્મક ફેરફારો થાય જ તેનો વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ કરેલ.સમગ્ર ધ્યાન શિબિરનો ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. કોલેજના પ્રિ.ડો.એસ.સી. રવિયાએ કાર્યક્રમની સફળતા માટે સૌને બિરદાવેલ કોલેજના તમામ સ્ટાફ ગણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એક નવી ઊર્જાની અનુભૂતિ મેળવેલ. એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

