Gujarat

બરાનીયા પ્રાથમિક શાળા બાળકોએ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીઓને પોલીસ ની કામગીરી અને વિદ્યાર્થીનીઓએ જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યુ ..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરી,ટ્રાફીક ના નિયમો વિશે ખાસ માહીતગાર કર્યા હતા.તો મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીનીઓએ મહીલા જાગૃતી વિશે ગુડ ટચ,બેડ ટચ ઉપરાંત લગ્નની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે વિદ્યાર્થીનીઓને સમજ આપી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને હેલ્પલાઈન 100,112,1930,1098 તેમજ સાયબર સેફ્ટી વિશે માહીતી આપવામાં આવી હતી તેમજ 181 એપ્લિકેશન મહીલા હેલ્પલાઈન વિશે માહીતી આપવામાં આવી હતી.વધુ માં PI કે.એસ.દેસાઈ એ માહીતી આપતા જણાવ્યુ હતુ કે દરેક દિકરીઓએ પોતાના અભ્યાસમાં પુરતો સમય આપવો,અભ્યાસ દરમ્યાન મોબાઈલ નો ઉપયોગ નો કરવો તેમજ હાલના સમયમાં દિકરી-દીકરો એક સમાન છે દીકરી દરેક સિધ્ધિ મેળવી શકે છે.જ્યારે PI એ દીકરીઓને પોલીસ ભરતી માં કેવી તૈયારી કરવી,પોલીસ માં આવતી કેટેગરી,જી.પી.એસ.સી.ની તૈયારી કેવી રીતે કરવી,પોલીસ પ્રજા ના મિત્ર છે જરૂર પડે પોલીસ ની હેલ્પ લેવી તેમજ મહીલાઓની ઉજ્જવળ ભવિષ્ય વિશે દરેક વિદ્યાર્થીઓને વિશેષ માહીતગાર કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ PI કે.એસ.દેસાઈ તેમજ રાણપુર પોલીસ નો આભાર માન્યો હતો