હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ રમઝાન શરૂ થઈ રહયો છે.રોજા ઉપરાંત રમઝાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે.
તેથી તે દરમિયાન કલ્યાણનાં કાર્યોનું બહુ મહત્ત્વ છે.ઇસ્લામના પાંચ પાયાના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે જકાત તરીકે ઓળખાતો કર આપવો.ઉપરાંત જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ પણ એક ઈબાદત છે.
ત્યારે પાછલા ૨૦ વર્ષથી કઠલાલ બયતુલમાલ દ્વારા મુસ્લિમ સમાજના જરીયાતમંદ ને આર્થિક મદદ,દવા સારવાર ખર્ચ,બાળકોને નોટ ચોપડીઓનું વિતરણ,શિક્ષણફી,સીવણ કલાસ તેમજ વિધવા સહાય જેવા કાર્યો કરવામાં આવી રહ્યાં છે.
ત્યારે આ વખતે પણ રમઝાન મહિના અને આવનાર તહેવાર રમઝાન ઈદ અંતર્ગત કઠલાલ બયતુલમાલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિધવા તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ હોય તેમને તેલ,ઘઉં,ચોખા,મોરસ,દાળ જેવી કુલ ૧૧ વસ્તુઓની તૈયાર કરેલી કુલ ૧૦૧ જેટલી અનાજ કીટનું વિતરણ બયતુલમાલ કઠલાલ દ્વારા કરવામાં આવ્યું.

