શ્રીમાંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લી.અને પ્લેક્ષસ મેડ કેર સુપર સ્પે શીયાલીટી હોસ્પીટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હ્દય રોગ તથા જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના પ્રથમ યુરોલોજીસ્ટ ડૉ. સુશીલ કારીયા સાહેબ, ડો. હેમંત વરશનેય સાહેબ ડૉ. નિકુંજ કોટેચા, ડો. કુશલ ઝાલા એ ફ્રી સેવા ઓ આપી, કેમ્પ માં 400 થી વધુ જરૂરિયાત મંદ દર્દી ઓ એ લાભ લીધો હતો,કેમ્પ માં ડોક્ટર દ્વારા લખી આપવા માં આવેલ દવા ઓ ફ્રી માં આપવા માં આવેલ તેમજ હાડકા ના ડોક્ટર દ્વારા ચેકઅપ બાદ એક્સ- રે પણ વિના મૂલ્યે કઢાવી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ આ કેમ્પમાં સૌ પ્રથમ સંસ્થા ના ચેરમેન જેઠાભાઈ નંદાણિયા દ્વારા શબ્દો થી સર્વોને આવકાર આપવામાં આવ્યા હતા, બાદ માંગરોળના ડોક્ટર મિત્રો અને આમંત્રિતો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ તેમજ તમામ ડોક્ટરરોનુ પુષ્પગુચ્છ થી સ્વાગત-સન્માન કરવા
માં આવ્યુ આ કેમ્પ માં ચેતનભાઈ કગરાણા, રવિભાઈ નંદાણિયા, હરદાસભાઈ બારડ, ચાહવાલા સાહેબ, વિશ્વ હિન્દુપરિષદ ના વિનુ ભાઈ મેસવાણિયા પ્રકાશભાઈ લાલવાણી, સંજીવની નેચરના નરેશ બાપુ, રિટાયર્ડ પી. એસ.આઈ પાંડે સાહેબ, સામાજિક આગેવાન નાથાભાઈ નંદાણીયા,ભીમભાઈ નંદાણિયા, દિવ્યેશભાઈ વાળા, વેપારી અગ્રણી રામદેભાઈ ઓડેદરા તેમજ માંગરોળ ના ડોક્ટર મિત્રો, પત્રકાર મિત્રો વિગેરે આગેવાનો, હોદેદારોએ હાજરી આપી હતી, કેમ્પ માં સુંદર આયોજન માટે પંકજભાઈ રાજપરા ની વિશેષ ઉપસ્થિત રહેલ, કાર્યક્રમ નું સંચાલન જગમાલભાઈ કામળીયા દ્વારા કરવા માં આવેલ આ કેમ્પ ને સફળ બનાવવા માં સંસ્થા ના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા તેમજ સ્ટાફ ગણ કૂણાલ ભરડા, ફૈઝાન શેખ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આભાર વિધિ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા દ્વારા કરવા માં આવી હતી,

