Gujarat

વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, પરીક્ષા કેન્દ્ર પર ચોકલેટ આપી મો મીઠું કરાવી પ્રવેશ અપાયો

સમગ્ર રાજ્યની સાથે-સાથે જામનગર શહેર-જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જામનગર શહેર જિલ્લામાં કુલ 28,417 પરીક્ષાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં નોંધાયેલા છે. આજે સવારે 09-00 વાગ્યા બાદ જ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષાકેન્દ્રો પર આવી ગયા હતા. તમામ શાળાઓમાં આચાર્ય- શિક્ષક ગણ, તેમજ વાલીઓ દ્વારા અને ખાનગી શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓના મોઢાં મીઠા કરાવાયા હતા, જ્યારે સારા પેપર જાય તે માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જામનગર માં ધો.10 મા 16,885 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમાં 13,427 રેગ્યુલર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં ગ્રુપ-એ માં 701 અને ગ્રુપ-બી માં 1375 મળી કુલ 2076 વિદ્યાર્થી તેમજ ધો.12 (સામાન્ય પ્રવાહ) માં કુલ 9456 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તેમાં 7706 રેગ્યુલર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

સ્થાનિક શીક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સીસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેમજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પણ આજે પરીક્ષાની પૂર્ણ તૈયારીઓ કરીને આવી ચૂક્યા હતા અને તમામ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કતાર લગાવી હતી, અને બોર્ડની પરીક્ષાઓનો ઉત્સાહ ભેર પ્રારંભ થઈ ગયો છે.

જામનગર જિલ્લામાં ધો. 10 માં 16,885 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે. ધો. 12 વિજ્ઞાનપ્રવાહમાં ગ્રૂપ-એ માં 701 અને ગ્રૂપ-બી માં 1,375 મળી કુલ 2,076 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 9,456 છે. CCTV કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેર તથા જિલ્લામાં આ બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ વાતાવરણમાં આરંભ થઈ ગયો છે.આજે જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ પરીક્ષાકેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓને આવકારી અને તેવોને શુભકામનાઓ પાઠવી હતી