જામનગરમાં હરિયા કોલેજ નજીક માર્ગ પર ઓઇલ ઢોળાયું હતું. આથી વાહનચાલકો સ્લીપ થયા હતાં. તંત્ર દ્રારા માર્ગ પર ધૂળ પાથરવામાં આવી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી.
શહેરમાં આશાપુરા હોટલથી હરિયા કોલેજ માર્ગ પર પસાર થતાં કોઇવ વાહનમાંથી રવિવારે સવારે ઓઇલ ઢોળાયું હતું. આથી આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો સ્લીપ થયા હતાં. બનાવની જાણ થતાં તંત્રએ તાકીદે માર્ગની સફાઇ કરી જે માર્ગ પર ઓઇલ ઢોળાયું હતું ત્યાં ધૂળ પાથરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે પણ નજીકના માર્ગ પર ઓઇલ ઢોળાતા અનેક વાહનચાલકો સ્લીપ થયા હતાં.

