Gujarat

શિવરાજપુરબીચના પર્યટન પર્વ 2024માં દ્વારકાના નવનિયુક્ત યોગકોચ દ્વારા બીચ યોગ સેશન લેવાયું

રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આયોજિત પર્યટન પર્વ 2024 દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ખાતે ગઈકાલે દ્વારકાના નવનિયુક્ત યોગ કોચ સન્નીભાઈ પુરોહિતે સવારે 7:00 થી 8:00 વાગ્યા સુધી બીચયોગા સેશનમાં નાના નાના ભૂલકાઓને બીચયોગાની માહિતી આપી યોગાસન કરાવ્યા. સન્નીભાઈ પુરોહિતની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા તેમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા અને યજમાન વૃત્તિ કરનાર શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્ય અને સામાજિક કાર્યકર સંન્નીભાઈ પુરોહિતે યોગ ક્ષેત્રની સરકારી તેમજ સહકારી અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

તેમના નામના અનેક મેડલો અને પ્રમાણપત્રો છે. છેલ્લા કેટલાક વર્ષોથી દ્વારકામાં યોગ ક્ષેત્રે પ્રચાર અને પ્રસારમાં તેઓ સતત દોડી રહ્યા છે. સ્થાનિક શાળાઓ, સંસ્થાઓ, તેમજ યોગ ક્લાસીસની મુલાકાત લઈ યોગવિશેની માહિતી પૂરી પાડી જનજાગૃતિની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે.