Gujarat

મિશ્ર ઋતુના પગલે શરદી, ખાંસી, તાવના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે જ કેન્દ્રને તાળાં

આટકોટમાં આવેલું પીએચસી છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં છે છતાંય કોઇ અધિકારી દ્વારા પગલાં ભરવામાં આવતાં નથી. ઘરે ઘરે શરદી, તાવ, ખાંસીના ખાટલા છે ત્યારે લોકોને નાછૂટકે રાજકોટ કે નજીકના ખાનગી દવાખાને દોટ લગાવવી પડી રહી છે.

આટકોટના કૈલાશનગર વિસ્તારમાં લાખોના ખર્ચે સરકારી દવાખાનું બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે ચાર માસથી બંધ હાલતમાં હોય છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી. કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ન હોવાના કારણે અમે કામગીરી બંધ રાખી છે જ્યારે ચાર માસ વીતવા છતાં જેમની કામગીરી હજી પણ ચાલુ કરવામાં આવી નથી. લોકોને સારી એવી સુવિધા મળી રહે તે માટે સરકાર કરોડો અને લાખોના ખર્ચે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે પણ ગ્રાન્ટના ભાવે આવી કામગીરી ચાર માસથી બંધ હાલતમાં પડી છે. ચાર માસથી આરોગ્ય કેન્દ્રને તાળાં ટચકાવીને રાખી દેવાયા હોવાથી દર્દીઓની તકલીફો વધી રહી છે અને અધિકારીઓને કશી જ પડી નથી તેવો તાલ સર્જાયો છે. મિશ્ર હવામાનના પગલે વાયરલ બિમારીઓ માથું ઉચકી રહી છે ત્યારે જ આવો તાસીરો સર્જાયો છે. { તસવીરો: કરશન બામટા હાલમાં બીમાર દર્દીઓને બે કિલોમીટર સુધી સબ સેન્ટર પર જવું પડે છે ત્યાં સંકડાસના કારણે દર્દીઓને બહાર બેસવાનો વારો આવે છે . આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી ત્યારે હાલમાં લોકોને સારી સુવિધા મળે તેવી માટે તાત્કાલિક ધોરણેકામગીરી શરૂ કરવામાં આવે અને ચોમાસા પહેલા આ પીએચસીનું લોકાર્પણ થાય તેવી પણ લોકો માંગણી કરી રહ્યા છે.