સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. 12 માર્ચ ને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આશ્રમનો માસ્ટર પ્લાન જોશે અને તેનું લોન્ચિંગ કરશે. અત્યારે ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.
સ્વતંત્રતાના સાક્ષી રહેલા ગાંધી આશ્રમની પવિત્રતા જળવાઈ રહે તે મુજબ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જે-તે સમયે બનેલાં કેટલાંક બિલ્ડિંગો યથાવત્ રાખવામાં આવશે જ્યારે કેટલાંક બિલ્ડિંગોનું નવિનીકરણ કરાશે. અહીં આવનારા મુલાકાતીઓને ગાંધીજીના જીવનને લગતી સંપર્ણ માહિતી મળી રહે તે મુજબ મ્યુઝિયમ ડિઝાઇન કરાયું છે. હૃદયકુંજ સહિત 20 બિલ્ડિંગનો વારસો પણ યથાવત્ જળવાઈ રહે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે આશ્રમમાં કાફેટેરિયા, ઉદ્યોગમંદિર સહિત ઓરિએન્ટેશન સેન્ટર ડેવલપ કરવામાં આવશે.
મુલાકાતીઓ માટે સુવિધા ભાષાનુવાદ કેન્દ્ર કાફેટેરિયા કાગળ, ચર્મપેદાશો બનાવવાની કળા માટે વર્કશોપ, ગાંધી ઇતિહાસ, લેક્ચર, સેમિનાર માટે વ્યવસ્થા અનુભવ કેન્દ્ર સોવેનિયર શોપ્સ નવાં બિલ્ડિંગનો ઉપયોગ આ બાબતો માટે કરાશે વહીવટી સુવિધા ઓફિસો મીટિંગ રૂમ મહેમાનો માટે વ્યવસ્થા તાલીમ કેન્દ્ર
સૂચિત માસ્ટર પ્લાન જય જગત માસ્ટર પ્લાન જૂનું રસોડું સરદાર કુટિર રંગ શાળા અને દસ ઓરડી બાળ મંદિર દેહલુ પૂની કેન્દ્ર કુટુંબ નિવાસ અને 1થી 4 ઉદ્યોગ મંદિર હૃદયકુંજ ગાંધી સ્મારક સંગ્રહાલય ઓરિએન્ટેશન સેન્ટર વોટર હાર્વેસ્ટિંગ તળાવ વર્કશોપ એરિયા એક્ઝિબિશન એરિયા સોવેનિયર શોપ્સ મેઈન એન્ટ્રન્સ પ્લાઝા પાર્કિંગ એરિયા એક્ઝિબિશન એરિયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સ્કોલર્સ રેસિડેન્સી

