મઢી બારડોલી તાલુકાના મઢી સુગર નજીક આવેલ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે હાલ મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ બ્રીજની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે એવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.
બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામની સીમમાંથી પસાર થતા વાપી શામળાજી માર્ગ પર સુરાલી ગામની સીમાં ભુસાવલ રેલવે લાઈન ક્રોસ કરે છે. જે રેલવે ફાટક પર ઓવરબ્રીજ બાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી શરૂ કરીને ઘણો સમય થઈ ગયો છે.
કામગીરી શરૂ કરતાં જ મોટા વાહનોની અવર જવર પર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે પ્રતિબંધ સંદર્ભે યોગ્ય ડાયવર્ઝનની સૂચના અભાવે મોટા વાહનો મઢી સુરાલી તરફ વળી આવતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય રહી છે.
જેના કારણે સુરાલી બજારના વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. આ ઉપરાં બ્રીજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. જેના કારણે બ્રીજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જોવુ રહ્યું છે. બ્રીજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મઢી સુરાલીના લોકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. ટ્રાફિક જામની સમસ્યા અવાર નવાર સર્જાતા લોકો કંટાળી ગયા છે. વહેલી તકે આ સમસ્યામાંથી મૂક્તિ મળે એવી લોકો માંગ કરી છે.
મઢી સુરાલી બજારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાય રહ્યાં છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવા માટે જીઆરડી મુકવામાં આવ્યા છે, પરંતુ તેઓનું ટ્રાફિક કરતાં અન્ય કામમાં વ્યસ્ત રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. બ્રિજની કામગીરી ચાલી રહી છે.
રેલવે તરફથી આપવામાં આવતી ડિઝાઈન અને રેલવે પોસનના ડ્રાઈંગ તેમજ રેલવે પર કામગીરી દરમિયાન રેલવે બંધ કરવાની હોય છે. જે રેલવે તરફથી ન મળતાં હાલ કામગીરી અટકી ગઈ છે. તમામ વસ્તુ મળતાં જ કાગીરી ફરી શરૂ કરવામાં આવશે. વસંતભાઈ, કોન્ટ્રાક્ટર બ્રિજની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી મઢી બજારમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે.
કલેક્ટર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ ડાયવર્ઝન અંગે યોગ્ય સૂચન બોર્ડ ન મુકવામાં આવતાં વાહનો ફાટક નજીક આવી જાય છે અને ત્યાંથી ટર્ન મારીને કડોદ તરફ જાય છે. જેના કારણે બજારમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. નરેશભાઈ મૈસુરિયા, ઉપસરપંચ સુરાલી બ્રિજની કામગીરી છેલ્લા બે માસથી બંધ છે. બ્રીજની કામગીરીને લઈને મઢી અને વાંસકૂઈ ખાતે બેરીકેટ મુકવામાં આવ્યા છે. આ બેરીકેટને કારણે પણ ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે.

